________________
૩૩૨
હસ્તપ્રત સ્વરૂપ વિવેચનઃ
ભારતીય સંસ્કૃતિ અને તેનું સાહિત્ય શ્રુત પરંપરાથી સંરક્ષિત અને સુરક્ષિત રહ્યું છે. આપણા આચાર્યો, મનીષીઓ, સાધુ-સાધ્વીજીઓ અને શ્રુતસેવી વિદ્વાનોએ ધાર્મિક પ્રભાવના અને ઉન્નતજીવન નિમાર્ણ હેતુ ગ્રંથો તાડપત્ર, ભોજપત્ર, કપડા ઉપર અને કાગળ ઉપર લખી જ્ઞાન પરંપરાને વર્ષો સુધી જીવિત અને સુરક્ષિત રાખી છે. તેને અલગ અલગ પ્રદેશોમાં વિવિધ નામોથી જાણવામાં આવે છે. જેમ કે, હસ્તપ્રત, માતૃકા, પોથી, પુસ્તક, પ્રત, પાંડુલિપિ, હસ્તલેખ, મન્તતાજ કૃતિ, તાળિતોળ, મેન્યુસ્ક્રિપ્ટ વગેરે. તેમાં હસ્તપ્રત નામ વધુ પ્રચલિત છે.
હસ્તપ્રત એટલે હાથ બનાવેલા કાગળ પર હાથે બનાવેલી સહીમાં હાથે બનાવેલી કલમ બોળીને અક્ષરો લખવા તે. હસ્તપ્રત અથવા તાડપત્ર કે ભોજપત્રને લખવા યોગ્ય બનાવી એના પર હાથથી લખવું છે. આ હસ્તપ્રત લિખિત પુસ્તકને પ્રતિ નામથી પણ ઓળખવામાં આવે છે, જે ગ્રંથકારોના વિચાર દેહનું પ્રતિનિધિ છે.
એક સમયે ભારતમાં હસ્તપ્રતને પ્રમુખ સંપદાના રૂપમાં ગણવામાં આવતી હતી. તે સમયમાં શ્રેષ્ઠ લહિયાઓ દ્વારા વિદ્વાનો અને સ્વાધ્યાય પ્રેમીઓના અધ્યયન માટે અનેક પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવતી તેથી આજે એક જ ગ્રંથની એકથી વધુ પ્રતિઓ વિભિન્ન સ્થાનોમાં પ્રાપ્ત થાય છે. પાટણ, જેસલમેર, નાગૌર, જયપુર, બીકાનેર, સુરત, છાણી, લીંબડી, અમદાવાદ, વડોદરા, પૂના, અલ્હાબાદ, વારાણસી, પટણા, તંજાવુર, રજા-રામપુર આદિ અનેક સ્થાનોના સંગ્રહાલયો ભારતની સાંસ્કૃતિક નિધિઓ છે. આપણા પૂર્વજોએ આ સંગ્રહાલયોની સુરક્ષા કરી સંસ્કૃતિના સંરક્ષણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.
હસ્તપ્રત વિશેષ પદ્ધતિથી લખવામાં આવે છે. તેમાં બે શબ્દો વચ્ચે સ્થાન છોડવામાં આવતું નથી. માત્રાઓ પણ વિશેષ પ્રકારથી લગાડવામાં આવે છે. જેમાં અગ્રમાના અને પૃષ્ઠમાત્રા (ખડી-પાઈ, પડી-પાઈ)નું વિશેષ પ્રચલન છે. વાક્ય સમાપ્તિ અથવા પ્રસંગ સમાપ્તિ પછી કોઈ ફકરો નથી હોતો. કોઈ અક્ષર વિશેષ પ્રકારથી લખવામાં આવે છે. પત્રની બંને બાજુ હાંસિયો છોડવામાં આવે છે. તે સમયે ઉપલબ્ધ સાધન સામગ્રી દ્વારા અધિકથી અધિક લેખન કાર્ય થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હતું કારણ કે સાધન સીમિત હતા. તાડપત્ર, ભોજપત્ર, કાગળ, શ્યાહી, કલમ આદિ લેખન સામગ્રી આસાનીથી મળતી ન હતી તેથી જ હસ્તપ્રતમાં લખતી વખતે શબ્દોની વચ્ચે સ્થાન છોડવામાં આવ્યું ન હોય.
૧) મૂલજિલ્લા ક્ષેત્રઃ આ સ્થાન હસ્તપ્રતનો મૂળ ભાગ છે, જ્યાં અભીષ્ટ ગ્રંથ લખવામાં આવતો હતો. તેની ઉપર-નીચે, જમણી-ડાબી બાજુયોગ્યખાલી જગ્યા છોડવામાં આવતી જેને હાંસિયા ક્ષેત્ર કહે છે.
ઉપર અને નીચેના ભાગમાં રખાતા હાંસિયાને જિભા' (સં. નહીં, પ્રા.નિમાં, ગુ. જીભ) તરીકે ઓળખવામાં આવે છે.