________________
૩૩૫
૧. પદ્મસાગરસૂરિજી કૃત કયવન્ના ચતુષ્પદી (સં.૧૫૬૩)
આ કૃતિની ત્રણ હસ્તપ્રતો મળી છે. (ક) શ્રી ચંદ્રસાગરસૂરિ જ્ઞાન મંદિર, ખારાકુંઆ - ઉજ્જૈન (ખ) શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર - લીંબડી (ગ) શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર, અખી દોશીની પોળ - રાધનપુર
(ક) ડાભડા ક્રમાંક ૩૨, ગ્રંથ ક્રમાંક- ૪૬૭, પત્ર સંખ્યા - ૯, પ્રતનું માપ – ૨૧.૫૪૯.૫ સે.મી. પ્રતિ પત્ર પંક્તિઓની સંખ્યામાં એકરૂપતા નથી. કોઈ પત્ર પર ૧૮ તો કોઈ પત્ર પર ૧૬ અથવા ૧૦ પંક્તિઓ લખાયેલી છે.
અક્ષરો ખૂબ જ નાના છે. કેટલીક જગ્યાએ અક્ષરો ઘણાં ઝીણાં થઈ જવાથી દુર્વાચ્ય પણ બન્યા છે. પ્રથમ પત્રના અક્ષરો નાના છે. જ્યારે પ્રતના બાકીના પત્રોમાં (પત્ર - ૩ને છોડી) અક્ષરો અપેક્ષાએ પ્રથમ પત્રથી સહેજ મોટા છે.
અક્ષરો નાના હોવા છતાં વાંચવામાં સરળ છે. પ્રતની બન્ને બાજુ પોણા ઈંચનો હાંસિયો છે. જેમાં પત્ર ક્રમાંક લખ્યો છે તેમજ ખાલી જગ્યામાં “X', “X' આવી નિશાની કરી ખૂટતો પાઠ ઉમેર્યો છે. વધારાના અક્ષરો ભૂંસવા સફેદો લગાડવામાં આવ્યો છે.
આ પ્રતમાં અક્ષર શુદ્ધિ વિશેષ છે; પરંતુ દંડ વ્યવસ્થા અનિયમિત છે. કડી ક્રમાંક આખી પત્રમાં ક્રમસર છે. પંક્તિ પૂર્ણ થતી હોય ત્યાં ખાલી જગ્યા પૂરવા ‘વ’ એવી નિશાની કરી છે. કોઈક સ્થળે આકારાંત અક્ષરદર્શાવવા અક્ષરની ઉપર '(5A) આવી નિશાની કરી છે.
પ્રત પ્રારંભ : ||૬૦નાસરસવવન પયસાસિરસતિ વીયા માયા
પ્રતના અંતે : II રૂતિ શ્રી યવન્ના વરિત્ર વાન વિષય રૂપરૂં સમાપ્ત || શ્રી રસ્તુ || પ્રજ્યામસ્તુ પશુમેમવતુ ગાશ્રી || શ્રી ગઇ ||શ્રી IS THશ્રી ||
પ્રતિલેખનનો ઉલ્લેખ ન હોવાથી સંભવ છે કે આ હસ્તપ્રત કવિના હાથે લખાઈ હોવી જોઈએ. જ્યાં પાઠક્લિષ્ઠલાગ્યા છે ત્યાં (ખ) પ્રતના પાઠ ઉમેર્યા છે. (ક) પ્રતના પાઠો વધુ ગ્રાહ્ય લાગ્યા હોવાથી તે પ્રતને મુખ્ય બનાવી છે.
(ખ)ડાભડા ક્રમાંક-૧૧૬, ગ્રંથ માંક- ૩૨૦૪, કુલપત્ર-૧૮, પ્રતનું માપ- ૨૮.૫x૧૩સે.મી. છે. પ્રતિ પત્ર પર ૧૪ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૩૦ થી ૪૦ અક્ષરો મુદ્રિત છે. પ્રત્યેક પત્રના મધ્ય ભાગમાં બદામ આકારનું ચોખંડું છે.
આમતના અક્ષરો ભરાવદાર અને મોટા હોવાથી સુવાચ્ય છે. ક્યાંક અક્ષરો ફૂટયાપણ છે.
આ પ્રતમાં દંડ વ્યવસ્થા નિયમિત છે પરંતુ કડી ક્રમાંકમાં નિયમિતતા નથી. ખૂટતા પાઠો X, V” આવી નિશાની કરી ખાલી જગ્યામાં ઉમેર્યા છે. પત્ર ક્રમાંક - ૪ પર શાહી ઢળી જવાથી પાઠ