________________
૩૨૯
અભયકુમારે મનમાં ધારયો, ‘જે ચ્યાર સ્ત્રીઓને‘છતી કરૂં.’ ઇમ ધારી બુધી ઉપાયૈ પછે કેવનાને કહે ‘“તુમે કિશી ફકર ચિંતા કરસ્યૌ નહી. એહની તલાસ હું કરીસ.'' ઇમ કહી કેવાને ઘેર મુક્યા. પછે સલાવટ પ્રતે તેડાવ્યા. પછે અભયકુમાર સલાવટ પ્રતે કહે, ‘‘એ નગર નઇ બાહિર, એક નવો જક્ષનો દેહરો કરો. પછે તે દેહરામાંહે કેવના સેઠનિ મુર્તિ કરો. વલી એ મંદિરને ચ્યાર બારણા કરો. પછે બારણે બારણે કેવન્નાની મૂર્તિ બેશાડો.’’ ઇમ આદેશ અભયકુમારે આર્યોં. હિવે સલાવટે ઘણે દિવશે દેવલ કરૌ. કેવના સેઠનિ મુર્તિ માંહે બેસાડી. પછે અભયકુમાર પ્રતે કહ્યૌં, “માહારાજ! તુમારી આજ્ઞા પ્રમાણે કરી છે.’’ હિવે અભયકુમારે ચ્યારે સ્ત્રીઓ અને ચ્યાર પૂત્ર છતાં કરવા નગરમાં પડહો ફેરવ્યો. ‘“તે નગરમાંહે નાનાં, મોટાં, સ્ત્રીઓ, છોકરા, છોકરીઓ, પ્રમુખ સર્વ, ચતુર્દિશીને દિનઇ, જક્ષને દેહરે આવ. જેહી ન આવે તે સરકારનો ગુનાગાર થાસ્યું.’’ ઇમ નગર મધ્યે ત્રીવટે 'ચૌવટે પડહો ફરે છઇ. ઇમ સર્વ લોકે સાંભલી પ્રભાતે સર્વ વસ્ત્ર આભરણ પ્રમુખ પહરી સઝ થયા. પછે અભયકુમારે પોતાના ચાકરો બેસાડ્યા. પછે પૂરસો પ્રતે કહ્યો, ‘‘જે એ મુર્તિ દેખી કોઈ કહે, એ માહરો પિતા છે અથવા કોઈ સ્ત્રી કહે એહ માહરો ભર્તાર છઇ. ઇમ યક્ષની મુર્તિ પ્રતે કહે તેહને માહરે પાસે લાવજ્યૌ.'' ઇમ સિખવી બેસાડ્યા. હિવે શ્રેણિક રાજા, અભયકુમાર વલી કેવન્તો સેઠ પ્રમુખ ચઉરંગી સેન્યા સઝી નગરને બાહિર જક્ષને દેહરે આવ્યા. નગરના લોક પિણ સર્વ આવ્યા. પછે તે ચ્યાર સ્ત્રીઓ પોતાના પૂત્રનઇ સીણગારીનઇ ડોસીને સંઘાતે લેઈ જક્ષને દેહરે આવ્યા.
તિહાં કેવનાનો રુપ દેખી એ ચ્યાર સ્ત્રીઓ માંહોમાંહે વાતો કરવા લાગી. “એ જક્ષની મુર્તિનો રુપ કહેવો છઇ? જાંણીઇ એ પૂત્રના પિતા જેહવો છઇ.’’ ઇમ કહેતા જક્ષના દેહરામાંહે મુર્તિ પાસે આવી. તિ વારે ચાર પૂત્ર કહે, ‘“એ તો આંપણો પિતા સરીખો રુપ છે.’’ ઇમ કહી યક્ષને બાથ ઘાલી. એહવે તે અભયકુમારના ચાકર ઉઠીને છોકરા [ઉપર] ને ગ્રહી અભયકુમાર પાસે લાવ્યા. કેવનો પિણ તિહાં બેઠા છઇ. તિ વારે તે છોકરા તિહાં કેવના પ્રતે દેખી હર્ષ પામ્યા. પછે તે ડોસી અને ચ્યાર સ્ત્રીઓ પોતાના પૂત્રો અને મૂકવા આવી. તિ વારે તે ચ્યાર છોકરે ‘પિતા' કહી બોલાવ્યો. કેવનાના ખોલામાંહે બેઠા. એહવે તે ચ્યાર સ્ત્રીઇ કેવના પ્રતે દેખી લાજ કરે કહે, ‘‘હે પૂત્ર! કિહાં બેઠા છૌ. ચાલો આપણે ઘેર જઇઇ.’’ તિ વારે પૂત્ર કહે, “અમે તો અમારા પિતાના ખોલામાં બેઠા છઇઇ. પછે પિતા સંઘાતે આવીસ્પૂ.’’ ઇમ ચ્યારે પૂત્રે માતા પ્રતે કહ્યો. તિ વારે ડોસી કહે, ‘“ઇહાં તુમારો પિતા કિહાં છઇ?’’ તિ વારે અભયકુમારે કહ્યૌં, ‘એ ડોસી પ્રતે ગ્રહો.’’ તિ વારે ચાકરે ગ્રહી મારવા માંડી. તિ વારે ડોસી ઇમ સર્વ વાર્તા કહી અને વલી કહ્યૌ, ‘‘એ પૂત્ર, એ ચ્યાર સ્ત્રીઓ સર્વ કેવનાનો છઇ.’’ પછે સોમધ્વજ સેઠનો માલ, ઘર, સ્ત્રીઓ ચ્યાર અને ચ્યાર પૂત્ર સમસ્ત કેવના પ્રતે આપ્યા. ડોસીને ઘર બાહિર કાઢી. તે નગરમાં ભમે છઇ, પોતાનો ઉદર ભરે છઇ.
,,
૧. પા ચાવી; ૧.ત્રણ રસ્તા ભેગાં થયા હોય તે સ્થાને, ૨. ચાર રસ્તા પર.
ܗ