________________
૩૩૦
હિવે ચ્યાર સ્ત્રીઓ અને ચ્યાર પૂત્ર ઘણો હર્ષ પામ્યા. કેવના સેઠને ઘેર નવાણુ ક્રોડદ્રવ્ય થયૌ. છ અસ્ત્રીઓ થઇ. છ પૂત્ર થયા વલી, શ્રેણિક રાજાનો ઘણો માંન છઇ. હિવે કેવનો સંસારના સુખમાં લહલિન છઇ. હિવે એકદા સમયને વિષે ચૌવીશમાં જીન પ્રથવી પાવન કરતા અનૈક ભવ્ય જીવને ધર્મોપદેશ દેતા રાજગૃહી નગરીઇ, ગુણશીલ નામે ઉધાન વન છઇ તિહાં આવી સમોસરયા. વનપાલકે શ્રેણિક રાજા પ્રતે વધામણી દીધી. તિ વારે શ્રેણિક રાજા, અભયકુમાર, કેવન્નો પ્રમુખ પોતાપોતાનિ ધ લેઇ વીર પ્રભુને વાંદવા ગયા. તિ વારે પ્રભૂ ધર્મ દેશના દેતા હતા.
યત્ર :
* चला लक्ष्मी चला प्रांण, चल मंदिर जोवनं। चला चलपि संसारो, एकौपिनीश्चलोधर्म।।
•.. ૦૧ “હે ભવ્ય પ્રાણીઓ ! એ સંસારનો સગપણ અને સંસારની માયા નિશ્ચલ નથી. એ સર્વ કારમો છે. એક કેવલી ભાષીત ધર્મ તે ખરો છઇ. ઇમ જાણી ધર્મ કરણી કરવી. જિમ મોક્ષ પાંમઇ.' ઇમ પ્રભૂઇ બાર પરષદા આગલ દેશના દીધી. તિ વારે કેવને ધર્મ દેશના સાંભલી. વેરાગ્ય પમી કેવનો તિહાંથી ઉઠી પ્રભૂનિ ત્રણ્ય પ્રદિક્ષણા દેઈ હાથ જોડી, પ્રભુ પ્રતે પુછે, “હે સ્વામી!હે પૂર્વે ચૂંપૂન્ય કરયો? તે મેં આ ભવમાં બહુ સુખ પામ્યા?”
તિ વારે પ્રભૂકહે, “તેં પૂર્વભવે મા ખમણનો પારણાતી સાધુને ખીર ખાંડ ધૃતનો દાન આપ્યો. સુભ ભાવે કરી તેથી આ ભવમાં બહુ સુખ પામ્યો. તિ વારે કેવની એ સાંભલી વૈરાગ પાંમી ઘેર આવ્યો. છ પૂત્રને ઘરનો ભાર આપિ સ્ત્રીઓ પાસે આવીસ્ત્રીઓની રજા લઈ પોતે ભગવંતને પાસે આવીને ચારિત્ર લીધો. હિવે ઉત્કૃષ્ટો તપ કરી, પોતાનો આઉખો પાલી, અંતે માસની સંલેખના કરી સર્વારથસિધ વીમાંનને વીષે, તેત્રીશ સાગરોપમને આઉખે દેવતાપણિ ઉપનો. એકાવતારી પૂરસ થાસ્ય ચારીત્ર પાલી, તપ તપી, અષ્ટ ઘનઘાતી કર્મ ટાલી, કેવલ લઈ મોક્ષ જાયેં. ઇમ સિધને અનંત સુખ છે. એ કેવજ્ઞાનો અધીકાર ઇહાં તો સંક્ષેપ માત્ર કહ્યો. વિશેષ અધીકાર ભરેસરની વૃત્તીમાં કહ્યો છે. બિ(બી)જા પિણ ઘણાઇ ગ્રંથમાં છઇ. જિમ કોઈ પ્રાણી દાંના પૂન્ય કરસ્ય, તે કેવજ્ઞાનિ પરે સુખ પામર્થ્ય. તે અનંતા અનંત સુખ પ્રતે પામર્થ્ય. એ અધીકાર સુકતાવલીમાં અર્થ ઉપરે વર્ગમાંહે પ્રથમ એ કથા કહી છઇ. ઇમ જણી અર્થ ઉપાયયી અને દાંના પૂન્ય કરજ્ય. અર્થ વીના પૂરસ આદરમાંન નહી પામઇ. જીમ પૂર્વે કેવન્ના પ્રતિ દ્રવ્ય હતો તો. વેસ્ટાઇ આદરદીધો અને દ્રવ્ય ખૂટોતિ વારે નિભંસીને કાઢી મુક્યો, તે માટે અર્થખરો છે. તે પણ ધર્મ નઇપસાઇ કરી પાંમઇ.
ઈતિ શ્રી કેવન્ના શ્રેષ્ઠી કથા સંપૂર્ણ.
-
-
-
-
-
-
-
-
-
-
૧. કૃત્રિમ ૨. સભા પરિષદ;૩.અપમાન કરીને નિર્ભત્સના). * (ક.૧) લક્ષ્મી, પ્રાણ, ઘર, યૌવન અને આ સંસાર સર્વચંચલ (નાશવંત) છે. એક માત્રધર્મ જ શાશ્વત (નિશ્ચલ) છે.