________________
૩૨૮
કિહાંથી મીલચૈ ?' ઇમ ચિંતા કરે છઇ. એહવે તો અભયકુમાર પ્રધાન આવ્યો. તિ વારે રાજાઇ અભયકુમાર પ્રતે સર્વ હગીકત કહી. તિ વારે પ્રધાન કહે, “માહારાજ! એ વાતની ચિંતા કરસ્યૌ નહી. હસ્તી છોડાવવાનો ઉપાય કરન્સ્પે.”ઇમ કહી પોતાના સ્તાનિકે ગયો. પછે રાજાઇ ઢંઢેરો ફેરાવ્યો. તે ઢંઢેરો ચોરાસી ચઉટે ફરતા પૂરશ કહે, “જે કોઈ ઉપગારી પૂરસ છે, જે રાજાનો સિચાનિક હસ્તી પ્રતે તંદુલમછે ગ્રહ્યો છે તેહને કોઈ મુકાવે તેહને રાજા અર્ધ રાજ આપે વલી. રાજાની પૂત્રી પરણાવે. વલી બહુમાન આપઇ. ઇમ ઢંઢેરો ફરતો ફરતો કંદોઈને ચહુટે ગયો. તિ વારે તિણે કંદોઈઇ પડહો છળ્યો. ઇમ કહે, “હું હસ્તી પ્રતે કાટું.”ઈમ કંદોઈ કહિ. તે કંદોઈ રત્ના લેઈ રાજા પાસે આવ્યો. હિવે નગરના લોક, રાજા પ્રધાન, સેઠ પ્રધાન, પ્રમુખ નગર બાહીર નદીને કાંઠે આવ્યા. નદી ઉપર કૌતિક જોવે છઇ. એહવે તો તે કંદોઈ રત્ન લેઇ નદીમાં પડ્યો. તિ વારે રત્નને પ્રભાવે હસ્તી પાસે પાણી ઘણો હતો. તે સર્વ પાણી વેગલો ગયો. તિ વારે તે હસ્તી. ઉઘાડો થયો. તિ વારે તે તંદુલમજી વેગલો નાઠો, હસ્તી પ્રતે મુકિનેં. તિ વારે કંદોઈ હસ્તી પ્રતે પકડીને બાહિર લાવ્યો. શ્રેણિક રાજા પ્રતે સૂયો. રાજા મનમાં ઘણો હર્ષ પામ્યો. રાજા હસ્તી આરુઢ થઈ ઘેર આવ્યો. પછે દરબારમાં આવી કંદોઈ પ્રતે તેડાવ્યો. રત્નની વાત પૂછૅ એ રત્ન તુમારે કિહાંથી આવયો. તિ વારે કંદોઈ કહે, “હે પૃથ્વીનાથ! એ રત્ન મહારા ઘરનો છઇ.” તિ વારે રાજા કહે, “એહવો તો રત્ન મહારા ઘરમાં પણ નથી અને તાહરા ઘરમાં એહવી વસ્તુ
ને ? સચ બોલ.' તિ વારે કંદોઈ વાર વાર કહે, “એ રત્ન માહરા ઘરનો છઇ.' પિણ કંદોઈ સાચી વાત કહે નહી. તિ વારે રાજાનઇ રુસ ચઢી. એતલે કંદોઈને ઉચો બાંધી જે ખંધ મારયા. તિ વારે કંદોઈ બોલ્યો, “માહારાજ!મુજને મારસ્યો માં. એ રત્નનો સ્વામી વતાવું.' તિ વારે રાજાઇ તે કંદોઈ પ્રતે છોડાવ્યો. પછે રત્નની વાત પૂછી. તિ વારે કંદોઈ કહે, “માહારાજ! એક દિન હું હાટે બેઠો હતો તિ વારે, તિ વારે કેવના સેઠનો પૂત્ર એ રત્ન લેઈ જાતો હતો. તિ વારે માહારા હાટ પાસે આવ્યૌ. તિ વારે એ છોકરાની હાથમાંહેથી ઉછાલતાં પાણી કુંડિમાં પડ્યો. તિ વારે પાણી ફાટી ગયો. તિ વારે મેં એહવો દેખી એ છોકરાને સુખડિ આપી રત્ન લીધો. એ રત્નને પ્રભાવે હે હાથી કાઢયો. એ કેવના સેઠનો છઇ.' ઇમ કંદોઈ સાચ બોલ્યો. તિ વારે કંદોઈને જીવતદાના દિધો. સરપાવ કરી ઘેર મોકલ્યો. હિવે કેવન્ના સેઠ પ્રતે તેડાવ્યા. રત્નનિ વાત પૂછી. તિ વારે કેવનો કહે એ રત્ન માહરો છઇ. તિ વારે રાજા કહે, “કેવન્ના સાહ તુમે માહરી પૂત્રી પરણી. અર્ધરાજ્ય લ્યો અને એ રત્ન લ્યો.” પછે રાજાઇ પોતાની પૂત્રી કેવના પ્રતે પરણાવી. અર્ધરાજ્ય આપ્યો. રાજાઇ વચન પ્રમાણ કરયી. હિવે કેવનો શ્રેણીક રાજાનો જમાઇ થયો. અભયકુમારનો બનેવી થયો.
| હિવે એક દિવશ અભયકુમાર નઇ કેવનો બિહું જણા ગોખનઇ વિષે બેઠા છઇ. તેહ જ સમય કેવને અભયકુમારને ધુરથી માંડી યાર સ્ત્રીઓની વાર્તા કહી. તિ વારે ૧.પા. ચોડાવ્યો, ૨. ઈનામ;