________________
૩૨૫
જાણ્યે. તે માટે રોસ્યો નહીં અનઇ હું એક ઉપાય કરૂં તેથી આપણો ધન અને ઘર સમસ્ત રહસ્ય.” તિ વારે ચ્યાર વહુરો કહે, “હે સાસુજી! એ ઉપાય ક્યારે કરસ્યૌ ?” તિ વારે સાસૂકહે, “હે વહુ! આજ રાત્રે આપણ પંચ જણી નીકલસ્પૃ. એ નગરમાં કોઈક રુડો પૂરસ રૂપસ્વી સૂતો હસ્યું તેહને અધર ઉપાડી આપણે ઘેર લાવીણ્ય. નવ ખંડા મહોલમાં રાખીસ્યું. તે સંઘાતે તુમે સંસારના સુખ ભોગવજ્યો તેથી તમારે એકેકો પૂત્ર થાસ્ય. તિ વારે પછે તે પૂરસનઇ પાછો તેહ જ સ્થાનિક મુંકિસ્.”ઇમ સાસૂઇચહુનઇ કહ્યો. તિ વારે ઢાર વહુરો રાજી થઇ.
- એહવે તો અર્ધ રજની ગઇ. તિ વારે પ્યાર વહુરોને સંઘાતે લેઇ સાસૂ નગરમાંહે નીકલી. કોઈ રૂપવંત પૂરસ તે લેવા ગયા. ઇમ નગરમાં કેઇક પૂરત સૂતા છઇ. તેહના મુખ ઉઘાડા કરીને જોવે ઇમ અનેક પૂરસ જોયા. પિણ નજરમાં નાવૈ પછે જોતિ જોતિ બલદેવને દેહરે ગઇ. તિહાં કેવન્ના પ્રતે દિઠો. માહારપનો નિધન દેખી, તે પ્યાર અસ્ત્રીઉ તત્કાલ કમ વ્યાપ્ત થઇ. તિ વારે સાસૂ પ્રતે કહેવા લાગી. “હે સાસૂજી! એ પૂરત મહારુપવંત છે. તમે કહો તો એ પૂરસને ઉપાડીઇ.'તિ વારે સાસુ કહે, “તુમને ગમે તો ઉપાડો. અધર ઉપાડી પોતાને ઘેર લાવ્યાં.
પછે નવખંડા મહોલમાંહે સેઠને સુવાનિ સિઝયા છે, તિહાં જઇ સુવાક્યો અને ચ્ચાર પાસે ચ્યાર સ્ત્રીઓ સોલ સીણગાર સજી, હાથમાં ગ્યાર વીંઝણા લેઇ, વાયુ ઢોલેં અને તે સિયા ઉપર મોતીના ચંદ્રવા બાંધ્યા છઇ. કપૂર કસ્તુરીના પાણી છંટાવ્યા, પંચવરણના ફૂલો પથરાવ્યા. તેથી ઘરમાં ઘણી સુગંધ વીસ્તરી. એહવે પ્રભાત થયો. તિ વારે કેવનો જાગ્યો. જોવે તો દિશાઁ દિશને વીષે, રત્નનો ઉધોત થઇ રહ્યો છઇ અને વલી ગ્યાર સ્ત્રીઓ સમકાલે બોલવા લાગી. “મહારાજ! તમે પૂર્વે સ્યાં પૂન્ય કરયાં? તે તમે ઇહાં આવી ઉપના.'એહવે વચન સાંભલી કેવન્નો મનમાંહે વીચારે, “જે હું દેવતા તો નથી થયો ? મુજને કોઈ દેવીઇ હરીને લીધો છે. બીજું કોઈ દેવતાનાચિન તો નથી.' એહવો કેવન્નો મનમાં ચિંતવે. તિ વારે સ્ત્રીઉ કહે, “હે પ્રાણનાથ! એવડી સી ચીંતા કરો છો ? તમે જાણતા હસ્યો જે હું વ્યંતરની સાલામાં પડ્યો છું પિણ તમે કિશી વાતનિ ચિંતા રાખસ્યો નહીં. ઇહાં તો કોડિધ્વજ સેઠનો ઘર છઇઅમે ચ્યાર સ્ત્રીઉ તુમારી છું. અમથી સંસારના સુખ ભોગવો. તમારા મનનિ ચિંતા નિવારો. એ ઘરબાર તુમારો છઇ.” ઇમ સ્ત્રીઇ વચન કહ્યા. એહવે તો ડોસી તીહાં આવી. કેવના પ્રતે કહે, “હે કેવના પૂત્ર ! એ ઘર અને એ ચ્યાર સ્ત્રીઓ તમારી છઇ. અમે દેવતાને આરાધ્યો. તેણે દેવતાઇ તુમને આંણી આપ્યા. અમે સુખે સમાધે એ સ્ત્રીઉથી સુખ ભોગવો. તમે મનમાંહે કિશી ચિંતા રાખસ્યો નહીં.”ઇમ કહી સાસુ *ઠીકાંણે ગઇ. કેવજ્ઞાની મનમાં ચીંતા ભાગી. હિવે ચ્યાર નારી સાથે સંસારના સુખ વીલસે છઇ. પંચવીષય ભોગ ભોગવતો વીચરે છઇ. ઇમ કરતાં ચ્ચાર સ્ત્રીઓનઇ એકેકો પૂત્ર થયો. દમ પૂત્રની પ્રતીપાલણા કરતાં, પૂત્ર પંચ વરસના થયા. માહારુપવંત થયા. કેવના સરીખો જો રુપ થયો. હિવે તે પૂત્ર કેવના પ્રતેં ઓલખતા હતા. ઇમ કરતાં કેવના સેઠને ઘેર લાવ્યાનેં બાર વરસ થયાં. તિ વારે ૧. ચિહ્ન, નિશાની, ૨. સ્થાને;
--------