________________
૩૨૪
યત્ર :
•..૦૧
•..૦૨
* “રાણાવિશવ ગોડીયા, ગોગી શિવનીત્રા, वेस्या किशकी कुलवहु, कुण वेश्या को कंत।। * राजा मतलपका गोठीया, जोगी सतका मीत्र। वेस्या दाम कि कुलवहु, दाम वेस्याको कंत।।"
ઇમ ચિંતવી કેવનો તિહાંથી નીકલ્યો. હિવે પોતાને બાર વરસ થઇ ગયાં. તે પોતાના ઘરનો મારગ પોતે ભૂલી ગયો. તિ વારે પછે લોકો પ્રતે પૂછે છઇ, “જે ધનસાર સેઠનો ઘર કિહાં કઇ?” તિ વારે લોક કહે, “ધનસાર તો મરી ગયા અને તેનો પૂત્ર વસનિ થયો. તે વેસ્યાને ઘેર રહે છે. તેહનો ઘર પિણ પડિગયો છઇ અને કેવજ્ઞાની સ્ત્રી તે ઘર પાસે ઉરડી છઇ તે માંહે રહે છઇ. એહવો લોકે અજાણ તે કેવના પ્રતે કહ્યો. તિ વારે કેવનો પોતાના અવર્ણવાદ સાંભલી મનમાં નીસાસોનાંખતો ઘેર આવે છે.
એહવે કેવન્નાની સ્ત્રીની ડાવી ચક્ષ કૂકિ. તિ વારે નિમિત્તીયાને કહ્યો, “જે માહરો ભર્તાર કિનારે મિલસ્પે?” તિ વારે નિમિત્તીયા કહે, “તાહરો ભર્તાર આજ મિલસ્પે.” તિ વારે કેવજ્ઞાની સ્ત્રી પોતાના પતિની વાટ જોવે છે. એહવે તો કેવન્નો પોતાને ઘેર આવ્યો. સ્ત્રીને મીલ્યો. સ્ત્રી ઘણો હર્ષ પામી. તિ વારે કેવન્નો પોતાનિ સ્ત્રી પ્રતે કહે છઇ, “હે સ્ત્રી ! આપણા ઘરમાં દ્રવ્ય નથી. તે વાતે હું પ્રદેશ દ્રવ્ય કમાવા જાયૂ. પ્રદેશથી દ્રવ્ય કમાવિને લાવીશું. દ્રવ્ય વિના આપણા ઘરની આબરુ નથી. તે માટે કાલ પ્રભાતે પ્રદેશ જઇશું.” તિ વારે સ્ત્રી કહે, “હે સ્વામી ! તમે કિહાં પરદેશ જાસ્ય. ઇહાં બેસી રહો હું કાંતી પિસીને કામ ચલાવીશું. તુમે કિશી વાતનિ ચિંતા કરસ્યો નહીં.''ઇમ સ્ત્રીઇ કેવન્ના પ્રતે કહ્યો. પિણ સ્ત્રીનો વચન માન્યો નહીં.
એહવે તે પાડોસી ચંદ્રજસ નામે સેઠ આવ્યો. તિ વારે કેવનો કહે. “તમે દેશાંતરે જાઓ તિ વારે મુજને કહેજ્યો. હું પણ આવીસ.” તિ વારે તે સેઠે કેવજ્ઞાને કહ્યો, “અમે કાલા પ્રભાતે જાણ્યું. તુમારે આવવો હોઇ તો આપણા નગરનઇ બાહર બલદેવનો દેહરો છે તિહાં આવીને સૂઇ રહેજ્યો.”ઇમ કહી ચંદ્રશેઠ પોતાના ઘેર ગયો. હિવે કેવનો સ્ત્રીથી સંસારના સુખા ભોગવી સ્ત્રીને ઘરની ભલામણ દીધી. રાત્ર(ત્રિ)ને સમય બલદેવનઇદેહરે ખાટલો ઢાલી સુતો છે. તિસદીનથી કેવનાની સ્ત્રીનેં ગર્ભ રહ્યો.
હિવે તેહ જ નગરમાંહિ, તેહજ રાત્રનઇ સમઇ, નવાણુ ક્રોડ સોનઇયાનો ધણી સોમધ્વજ નામે સેઠ અપૂત્રીયો પરદેશે મરણ પામ્યો છઇ. તેહનો કાગળ આવ્યો. તે પોતાની માતાજી રાત્રે વાંચ્યો. તિ વારે તે સેઠના સમાચાર સર્વ જાણ્યા. પછઇ પોતાના પૂત્રની ચ્ચાર વહુઓ મહારુપવંત, ભરજવના છઇ તે પ્રતે સાસૂઇ તેડાવી. સેઠના મૃતકની વાર્તા સંભળાવી. પછે પ્યારા વહુ પ્રતેં સાસુ કહે, “તુમે રોવણો પિટણો કરસ્યો માં. જો રાજા જાણયે તો અપૂત્રીયાનો ધન લઇ *(ક.૧) રાજા કોનો ગોઠિયો હોય? જોગી કોનો મિત્ર હોય? વેશ્યા કોની કુળવધૂહોય? વેશ્યાનો કંત કોણ ? કોઈ નહીં. *(ક. ૨) રાજાનો ગોઠિયો સ્વાર્થ, જોગીનો મિત્ર સત્ય, વેશ્યાની કુલવધૂધન છે અને ધન વેશ્યાનો કંત (સ્વામી) છે.
––––––––––––––––––––––––––––
–––––––––––