________________
૩૨૩
વરસ વ્યતિક્રમ્મા. તિ વારે કેવને વેસ્યાને દશ ક્રોડ સોનઇયા આપ્યા. એહવે માત પિતાની વૃધાવસ્થા આવી. તિ વારે કેવનાને તેડવા સારુ દાશી મોકલી. પિણ કેવનો તો વિષયનો ભીનો થકો ગયો નહી. તિ વારે કેવન્નાને માતા પિતાઇ ચિંતા કરવા લાગા, ‘જે પહેલાં આપણૅ પુત્રને સાત વ્યસન ન સિખવ્યા હોત તો, આપણી વૃધ અવસ્થાઇ ચાકરી કરત! વીશનને યોગે પૂત્ર વેસ્યાને
ઘેર રહ્યો.' ઇમ ચિંતવતા કેવનાના માત પિતા મરણ પામ્યા. તિ વારે કેવનાની સ્ત્રીઇ કહેવરાવ્યો, ‘જે તુમારા માતા પિતા મરણ પામ્યા છઇ માટે ઘેર આવો.’ તિ વારે દાશીઇ કેવના પ્રતે આવી કહ્યો. ‘“હે મહારાજ! તુમારા માતા પિતા મરણ પામ્યા છે. માટે ઘેર પધારો.’’ તિ વારે કેવનો દાશી પ્રર્તે કહે, “જે તું માહરી સ્ત્રી પ્રતે કહિજે, માતા પિતા મુઆ તે પાછા આવતા છઇ નહી. અને માહરે ખાવા સારૂ એક ક્રોડ સોનઇયા મોકલજ્યું.’' ઇમ કહિ દાસી પ્રતે શીખ દીધી. દાશી ઘેર આવી કેવન્નાનિ સ્ત્રી પ્રતે સર્વ વાત કહી. તિ વારે પછે સ્ત્રીઇ કેવના સારૂ ક્રોડ સોનઇયા મોકલ્યા. ઇમ કરતાં કેવને વેસ્યા પ્રતે બાર ક્રોડ સોનઇયા ખવરાવ્યા. તિ વારે બાર વરસ સંપૂર્ણ થયા. કેવનાના ઘરનો દ્રવ્ય સર્વ ખૂંટો. તિ વારે કેવનાની સ્ત્રીઇ પોતાનો ગ્રહણો સર્વ પેટીમાં ઘાલી કેવનાને ખાવા સારુ મોકલ્યૌ. તિ વારે ગણિકાઇ ગ્રહણો દેખી મનમાંહે ચિંતવે છઇ, ‘જે કેવનાના ઘરનો નિશ્ચે ધન ખૂટો. હિવે એ કેવનો દલદ્રી થયો. તીણ સ્યું હિવે એ આપણા કાંમનો નથી. એહવો અક્કાઇ મનમાં ચિંતવી પોતાની પૂત્રી ગુલાબસુંદરી પ્રતે કહે, ‘“હે પૂત્રી ! હિવે એ કેવનાનો સંગ મુક. એ કેવનો તો દલદ્રી થયો છે અને આપણ તો દ્રવ્યથી કામ. તે વાસ્તે એહનિ કાઢી મુક.’’ તિ વારે ગુલાબસુંદરી કહે, ‘‘હે માતા ! મુજથી એ વચન કિમ કહેવાઐ. એહના ઘરના બાર ક્રોડ સોનઇઆ ખાધા છઇ તે માટે એહને નાકારો કિમ દેવઐ.’’ તિ વારે અક્કા રીશ કરી કહે, ‘‘હે પૂત્રી ! તુજથી ઇમ નહી કહેવાએ તો હું એહનઇ કાઢી મુકિશ.’’ તિ વારે ગુલાબસુંદરી કહે, ‘‘માતાજી! તુંમનઇ ગમે તે કરો.’’ હિવે અક્કા કેવના પાસે આવી. પૂત્રીઇ તો બહુ વારી પિણ પૂત્રીનો વચન ન માંન્યૌ. હિવે કેવના પ્રતે કહેં, “હે સેઠ! અમારા ઘરથી બાહિર નીકલો. એ ઘરથી કચરો કાઢવો છઇ ઇમ અકાઇ કૌ. તિ વારે કેવનો મનમાં વીચારે, ‘એ મુજ પ્રતે એહવો વચ(ન) કદિ ન કહે અને આજ મુજનઇ કિમ કહ્યો.' વલી મનમાં વીચારે, ‘જે મહોલનો કચરો કાઢવો હસ્યું તેથી મુજનઇ ઇમ કહે છઇ.' ઇમ મનમાં વીચારી કેવનો બાહિર નિશરૌ. અક્કા(એ) ઘરમાં જઇ ઘરના કમાડ જડ્યા. પછે કેવના પ્રતે કહે, ‘‘ભુંડા! હજી સૂ(ધી) તું સમઝ્યો નથી.’’ તિ વારે કેવને જાંણ્યો, ‘મુજનિ નિર્ધન થયો જાંણી ગુણિકા એ સીખ દિધી.’ ઇમ મનમાં વીચારી કહે છઇ.