________________
૩૨૨
ઇમ ધનસાર શેઠ મનમાં વિચારી, પૂત્રને ભણવા મુક્યો. ઇમ કરંતી કેવંનો ભણ્યો. બહોત્તર કલા પ્રવીણ થયૌ. પિણ ગુરુનો સંગ મુકે નહી. એહવે પિતાઇ ગંધદત્તની પુત્રી રવંકા નામે પાંણીગ્રહણ કરાવી. પીણ કેવનાને સ્ત્રી માથે રાગ નથી. કેવો તો ગુરુ પાસે રહે. તિ વારિ માતા પિતાઇ જાણ્યુંૌ. ‘‘જે પૂત્રને લેસ્યા ઘણી છે ધર્મ ઉપરે, તે માટે સ્ત્રીને મુખે બોલાવતો નથી.’’ ઇમ જાંણી ધનો સેઠ મનમાં ચિંતવે ‘જે કોઈ ઉપાય કરાવું અને માહરા ઘરમાં કાંઈ દ્રવ્યની મણા નથી અને માહરે પૂત્ર પિણ એક જ છે. તે તો વયરાગમાં લહલીન છઇ. તો પછે એ દ્રવ્ય સ્યા કાંમે આવસ્યું ? તેએ પૂત્રને શાત વ્યસન સીખવું, જીમ ગુરુની સંગત મૂકેં. તિ વારે સેઠે વ્યસની પૂરશને તેડાવ્યા.
પ્રથમ જૂવારી ૧, બીજો માંસનો ૨, ત્રીજો સૂરહાપાનનો 3, ચોથો વેસ્યાનો ૪, પાંચમો આહેડીનો ૫, "છઠો ચોરીનો ૬, સાતમો પરનારીનો ૭. આ સાત વ્યસની પૂરશ તેડાવ્યા પછે સેઠ વ્યસની પૂરશને કહેં, ‘‘જે માહરો પૂત્ર વયરાગી થયો છે, તે સ્ત્રીથી વીરક્ત છે માટે રક્ત કરવો.’’ તવ ચારે વ્યસની પૂરશ કન્હેં, ‘‘એહમાં સું કરવો છે? તુમારા પુત્રને એક માસ સુધી અમારે પાસે રાખો. જીમ સ્ત્રીનો રાગી કરી આપિઇ.'' તિ વારે ધનસાર સેઠે એક માસ સુધી કેવનાને વ્યસની પૂરશ પાસે મુક્યૌ. તિ વારે વ્યસની પુરશે કેવનાને સ્ત્રીનો રાગી કરયો પછેં સેઠ પ્રતિ સંપ્યોં. તે વારે તે કેવનો સ્ત્રીનો સંગ ધરી વયરાગ તે સર્વ મુક્યો. અસ્ત્રીનો ઘણો રાગી થયો. પોતાનિ સ્ત્રી સંઘાતે નિત્ય સંસારના સુખ ભોગવે. બીજો કાંઈ કાર્ય સૂઝે નહી.
હિમેં એકદા સમય કેવનો અને કેવનાની સ્ત્રી ગોખમાં બેઠાં છે. તિહવય સમ(ય)ને વીષઇ એક ગુણિકા સોલ સીણગાર સજી, મહારુપનિ નિધાંન, તે એકદા કેવનાના મહોલ હેઠલ થઇ નિકલતિ હવી. એહવે તે કેવન્નાનિ દૃષ્ટિ ગુણિકા ઉપર ગઇ. તિ વારે તે કેવનાને વીષય જાગ્યૌ. તિ વારે મનમાંહે ચિંતવે, ‘જેએ ગુણિકા પ્રતે હું ભોગવું અને માહરે ઘેર દ્રવ્યનિં કોઈ મણા નથી. દ્રવ્ય જોઈ જસ્સે તે ઘેરથી મંગાવી લઇસ.' ઇમ મનમાં વીચારણા કરી તિહાંથી ઉઠ્યૌ. તિહાંથી નીસરીઓ. જીહાં ગુલાબસુંદરીનો ઘર છઇ, તિહાં આવ્યૌ કૈવનો. તિ વારે ગુણિકાઇ સેઠનો પૂત્ર આવતો દેખી ઘણો આદરમાંન દિધો. તિ વારે પછઇ ગુલાબસુંદરી ગુણિકાઇ સોલ સીણગાર સઝી, કેવનાં પ્રતે રંગમહોલમાં લેઇ ગઇ. પછે કેવનો ગુણિકા સાથે સંસારના સુખ વીલસે છે. ઇમ નિત્ય ગુણિકાના ઘરમાં રહે. પોતાના ઘરના સુખ તો સર્વ વીશરી ગયા. તિ વારે માતા પિતાઇ કેવન્નાને તેડવા દાશી પ્રતે મોકલી ગુણિકાને ઘેર. પિણ કેવનો આવ્યો નહી અને વલી કેવનો દાશી પ્રતે કહે, ‘“હે દાશી ! તું માહરા પિતાને કહીજે વરસ પ્રતે ક્રોડ સોનઇયા મોકલજ્યૌ.'' ઇમ કેવને કહી દાશી પ્રતે મોકલી.
તિ વારે દાશીઇ જઇ સર્વ વાત ધનસાર સેઠ પ્રતે કહી. તિ વારે હિવે કેવનાનો પિતા વરસ વરસ પ્રતે ક્રોડ સોનઇયા મોકલે. કેવનો ગુણિકાથી લહલિન રહે છઇ. ઇમ કરતાં દશ
૧. પા ચઠા; ર. પા. રત્ન.