________________
૩૨૬
સાસૂમનમાં ચિંતવે, “એ હવે ઘેર પૂઠલ.”
કેવજ્ઞાની સ્ત્રીઇ પૂત્ર પ્રસવ્યો છઇ. તે પૂત્ર ગ્યાર વરશનો થયો. તિ વારે માતાજી નિશાલઇ મુકો. હિવે કેવનાની સ્ત્રી કેવજ્ઞાનિ વાટ જોવે છઇ. “જે માહરા ભર્તારને ગયાને બાર વરશ થયાં છઇ, પિણ કોઈ સમાચાર પિણ નથી આવ્યો. ઇમ મનમાં ચિંતવી નિમિત્તીયાનઇ પૂછવા. ગઇ. તિ વારે નિમિત્તીયો જોતસ જોઈ નઇ કહે, “હે બાઈ! તાહરો ભર્તાર આજ આવસ્ય. બલદેવને દેહરે જઇનઇ જોયેં. તાહરો ભર્તાર તુજને મીલચે.'ઇમ પૂછી સ્ત્રી ઘેર આવી. મનમાં ઘણો હર્ષધરતી પ્રવર્તે છઇ. હિવતે ડોસી ગ્યાર વહુરો પ્રતે કહ્યો. તિ વારે વહુરો ઇમ સાંભલી ચિંતા કરવા લાગી. સાસુમતે કહે, “હે સાસુજી! એ પૂરશ તો અમારે જીવન પ્રાણ છઇ. અને આ ભવનો તો એ ભરતાર છઇ. તે વાસ્તુ એ પૂરસને તો હું ઇહાં જ રાખસ્યું.” તિ વારે સાસૂકહે, “એ પારકો પૂરણ માહરો ઘર ખાઇ છઇ. તે વાસ્તે એ પૂરસને હું કાઢી મુકિશ.” તિ વારે ચ્ચાર વહુ સાસૂને ઘણી સમઝાવી પિણ ન માન્યો. તિ વારે ચ્ચાર વહુ કહે, “તુમને ગમે તે કરો.” ઇમ કહી કેવના પાસે આવી. એતલે અર્ધરજનિ ગઇ. તિ વારે વહુરો મનમાં ચીંતવે, “જે સાસુને તો મોત નાવ્યો એ આપણી પિડા જાણતી નથી. એ પૂરશને આજ કાઢી મુકસ્યો. પછે એ પૂરશ આપણી પ્રીતી ચૂ જાણચૈ. તે વાસ્તુ એ સામૂને છાંનો એકેકો રત્ન સવા કોડનો લેઇ લાડૂમાં ઘાલીઇ.” ઇમ વિચારી ચ્ચાર લાડૂઆમાં ચ્યારરત્ન ઘાલી ચ્ચાર દિશનઇ માંચી ઉપર મુક્યા સાસુથી ગુપ્તપણે ચ્ચાર વહુઇ એ કામ કરયો છઇ. હિવે તે ડોસી કેવન્ના પાસે આવીને રીશ કરી ગ્યાર વહુરોને કહ્યો, “એ. પૂરસનો ખાટલો ઉપાડો. જીમ બલદેવને મંદિરે મુકિ આવીઇ.” તિ વારે ચ્યાર સ્ત્રીઇ રુદનપાત કરતી ખાટલો ઉપાડ્યો. તિ વારે પંચ જણિઇ જઇ બલદેવને દેહરે મુક્યો. સાસુ વહુ ઘેર આવ્યાં. પછે ચ્ચાર વહુરો મુખે નિસાસા મુકતી મનમાં કહે, “એ અક્કા કિમ મરતી નથી ?'ઇમ વહુરો નિત્યા સાસુ પ્રતે કહે. હિવે કેવનો બલદેવને દેહરે સૂતો છઇ. એહવે તો પ્રભાત થયો. તિ વારે કેવનો ઉઠી જોવે તો પોતાનો તે ખાટલો છઇ. અને તે બલદેવનો દેહરો છે. તિ વારે કેવન્નો મનમાં વિચારવા લાગી. “જે માહરી ચ્યાર સ્ત્રીઓ અને ચ્યાર પૂત્ર કિહાં ગયા? અને વલી એવડી રીધ કિહાં ગઇ? અને મુજને ઇહાં કિણે મુક્યો ? અને વલી વીચારયો જે તેહનો સ્વારથ સિઝી રહ્યો, તિ વારે મુજને ઇહાં મૂક્યો. એ જગત્રમાંહે સર્વ સવારથના સગા છઇ. પિણ વીના સવારથનો સગો કોઈનથી. ઇમ કેવને વીચારયી.
યત્ર:
*સઘલે ધાપે હુ ભમ્યો, સઘલા સાયર દિઠ; વિણ સવારથ કો વલહો, જગમાં કોઈ ન દિઠ
...૦૧
૧.પાછો ઠેલવો * (ક.૧) હું સઘળી પૃથ્વી ખૂંદી વળ્યો અને સઘળા સાગર જોઈ વળ્યો પરંતુ આ જગતમાં સ્વાર્થ વિનાનો કોઈ માણસ ના દીઠો.