________________
૨૫૫
૧૨. શ્રી મલયચંદ્રજી કૃત કયવન્ના ચોપાઈ (સં. ૧૮૬૯)
ચોપાઈ
વંદી વીર જિણેસર દેવ, સરસતી સામણિ સમુરૂં હેવ; કર જોડી કહૂં સુવીસાલ, કેવનાની ચોપાઈ રસાલ દાંન વડું સુણીએ સંસાર, દાંને દૂરિત ટલે સહી સાર; દાંને સુખ સંપતી સંજોગ, દાંને જાઈં વિરહ વિજોગ નગર કનેં એક નાનું નેસ, રાજ કરે ગોવાલો સેઠ; ધરણી ગંગાદે છે જાસ, ગંગદત તિણ જનમ્યુંતાસ પરલોકે ગોવાલો પહુત, નિરાધાર નારી ગંગદત્ત; શ્રીપૂરિ વ્યવહારિયા આવાસ, આવિ`વિતું કરે તિમ દાસ. વાછરડા ચારે સુત સોય, પરવ‘પજુસેણ પારણા હોઈ; ખીર ખાંડ ઘૃત ભરીયાં દેખી થાલ, આડો માંડી માંગે બાલ ઘેસ(ર) છાસનું જ્યાં મુ(હુ)ઈ સંદેહ, ખીર ખાંડ ધૃત કીહાંથી લેહ ? છતી અછતી નવી જાણે બાલ, માંગણ ધુરત ચોરે ભુપાલ અતી સંતાપે રોએ તેહ, પાડોસણી કહે ‘‘સું કારણી એહ ? ચિહ્નમાંનની એ માન્યું એહ, ‘‘ખીર ખાંડ ઘૃત એ સહુતું લેહ’ ચાર’વાનો ચિહું સુંદર દીધ, તતખીણ માંહિ કારીજ સીધ; ખીર ખાંડ ઘૃત પ્રીસેં માય, દ્રષ્ટ દૂષણ ભણી પાછી થાય મનમાંહિ ઈસું વીમાસે તેહ, ‘દત્ત તણા ફલ અમને એહ;’ પૂન્ય જોનેં મુનીવર આવીઉ, માસખમણ રીષી વીહવારીઉ ત્રિભુંભાગે તસદીધી ખીર, ભલે ભાવેંધરી મન ધીર; માય આવી માંગેપરમાંન, આપણપેં મનમાંહિધ્યાંન કિણહી કારણ તે ગંગદત્ત, મરણ પાંમ્યો ધરી સુભ મત; મગધ દેસ રાજગ્રહી ઠાંણ, રાજ કરેં રાઈ શ્રેણિક જાંણ ચિલણાદેં પટરાણી દક્ષ્ય, અભયકુમાર મંત્રી માંહિ મુખ્ય; તિણિ પર સેઠ ધનાવો વર્તે, સુભદ્રાનું પ્રીતિ ઉલર્સ તસ ઉદરે આવ્યું ગંગદત, પ્રસર્વ્યૂ પૂત્ર આસ સંજુત; દીધું કેવનું તસ નામ, ભણ્યો ગણ્યો રુપે કરી અભીરાંમ જોવન આવ્યું જાણે અમર, પાણીગ્રહણ કરાવ્યું કુમર; સુકુલણી સોહાસણિ તાસ, પરણ્યા પૂંઠે ન પોહોતી આસ ૧. ઘરકામ, ૨. પર્યુષણ પર્વ, ૩. વસ્તુઓ; ૪. નજર લાગવી, ૫. દૃષ્ટિદોષ; ૬. વહોરવા આવ્યા.
...૧
...૨
... 3
...૪
... 4
...M
... 6
....
... G
... ૧૦
*. ૧૧
...૧૨
...૧૩
... ૧૪