________________
૨૧૨
ઢાળ : ૨૫ (રાગ : ખમાયચી. મહારાજ ચઢે ગજરાજ રથ તુરીયાં...એ દેશી) શ્રી શ્રેણિક મહારાજ, મનોરથ ફળીયા;
ભલે આજ હુઆ મો રંગ રલીયા...એ આંકણી
જિનવર વંદન સજે સજાઈ, 'ઉવટણાં અંગે મલીયાં; અંજન મંજન સ્નાન સુગંધી, ગંગાજલ ખલહલીયાં પહેર્યાં હીર ચીર પયંબર, હિયડે હાર રલતલીયાં; ચુઆ ચંદન અંગ વિલેપન, કેશર કપુર મૃગ મદ તલિયાં પંચ રંગ ફુલ જ્વે ચંગા વાઘા, કુંડલ કાને મણી જડીયાં; સહસ્ત્ર દલ ભાલ તિલક અનોપમ, શિરમુકુટ સોવન ઘડીયાં બિહુબાંહેબહેરખા બાંધ્યા, હાથે દોઈ હથ સાંકલીયાં; નંગ જડિત કનક મુદરડી, ઝલકે દશ કર અંગુલીયાં પટહસ્તિ ચડી ચલ્યો મગધેશ્વર, વડ વડા જોદ્ધા સાથે જુડીયાં; હય ગય રહ પાયક પરવરિયા, જાણે ઈંદ્રાદલ ઉપડીયાં! મેઘાડંબર શિરછત્ર બિરાજે, ઝબઝબ તેનેં ઝલમલીયાં; નિર્મલ ચંદ્ર કિરણ જ્યુંધવલા, બિઠુંપાસે ચામર ઢલીયાં ફરહરે આગે નેજા તાજા, જુલમતિ ઘોડા હલ છલીયાં; યાચક જય જય વાણી બોલે, દાનેં માનેં દારિદ્ર દલીયાં ભેરી નફેરી નાદી નગારાં, નવલ નિશાનેં ધાઉ વલીયાં; વાજે વાજાં ગાજ અવાજાં, જ્યું વરસાલેં વાદળિયાં મોતીડે વધાવે ગલીયેં રલીયે, ગોરી રચી રચી ગુંહલીયાં; કોકીલ કંઠી મીઠી વાણી, શોહગ ગાવે સાહેલીયાં આગે વાંસે વહે દલ વાદલ, જ્યું વરસાએઁ વાહલીયાં;
ધ્રુજે ધરણી ગિરિવર વડ ગઢ, શેષ નાગ તો સલસલીયાં દિશી દિશી દેશ ભંગાણાં પડીયાં, સીમાડા સૌ ખલભલીયાં; કેઈ નાઠા કેઈ ત્રાઠા, કેઈ નમીયા આવી કલિયાં સાથૅ અંતેઉર લીધાં સઘલાં, શ્રી અભયકુમાર બુદ્ધિબલીયાં; સાથે શાહ વલી કયવનો, સહુકોપ્રભુનંદન ચલીયાં કેઈ હયગયા ગયગયા કેઈ, કેઈ પાલા કેઈ ચડીયાં;
કેઈ પાલખીયેં, કેઈ રથ બેઠા, જન સહુ વંદન પરવરીયાં સમોસરણ દેખત સહુ વિકસ્યા, ધન્ય! દિન આજ વખત વલિયા;
હરખ હિલોલા ચિત્ત કલ્લોલા, ચંદ ચાહે સિંધુ ઉછલીયાં ૧. ઉપટણું, લેપ કરવો, ચોળવું; ૨. ઝૂલવાળાં
.શ્રી ...૪૪૯
...શ્રી ...૪૫૦
...શ્રી ...૪૫૧
...શ્રી ...૪૫૨
...શ્રી ...૪૫૩
...શ્રી ...૪૫૪
...શ્રી ...૪૫૫
...શ્રી ...૪૫૬
...શ્રી ...૪૫૦
...શ્રી ...૪૫૮
.શ્રી ...૪૫૯
...શ્રી ...૪૬૦
...શ્રી ...૪૬૧
...શ્રી ...૪૬૨