________________
૬. તપાગચ્છના 'શ્રી દેવેન્દ્રસૂરિ કૃત ‘દાનકુલક સંગ્રહ ગ્રંથ'માં દાનનું સ્વરૂપ દર્શાવતી આ કથા પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં, ગદ્ય-પદ્ય, પૃ.૩૧-૩૭ પર અવતરિત થઈ છે. આ ગ્રંથનું પ્રકાશન હર્ષપુષ્પામૃત-૩૦૬થી થયું છે.
(0.
૫
૮.
ખરતરગચ્છના ‘શ્રી પૂર્ણભદ્રગણિ કૃત ‘ચરિત્ર સંગ્રહ'માં વિ.સં.૧૩૦૫માં, સંસ્કૃત ભાષામાં, ‘કયવન્ના કથા’ ઉપલબ્ધ છે. પૃ.૧૩૯-૨૨૧ (૧૬૬ નંબરનું પૃષ્ઠ નથી) પૃ. ૧-૨૧માં અતિમુક્તક, પૃ.૨૨-૧૩૮ પર ધન્ય-શાલિભદ્રની કથા છે. આ કથા તાડપત્ર પર લખાયેલી છે, જે જેસલમેરના જ્ઞાનભંડારમાં છે. હાલે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે.
તપગચ્છના શ્રી શુભશીલગણિ કૃત ‘ભરતેશ્વર-બાહુબલી વૃત્તિ', વિ.૫.૧૫૦૯, આહાર દાનનું ફળ દર્શાવતી આ કથા સંસ્કૃત (ગદ્ય)માં આલેખાયેલી છે. તેનો અનુવાદ શાહ મોતીચંદ ઓધવજીએ ગુજરાતીમાં કર્યો છે. આ ગ્રંથનું પ્રકાશન અનુક્રમે દે.લા.જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાઅને મગનલાલ હઠી સિંગ- અમદાવાદથી, સં.૧૯૬૫માં થયું છે.
૯. શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃત ‘ઉપદેશપ્રસાદ ગ્રંથ', સં.૧૭૮૦, સંસ્કૃત, ગધમાં, ૧૬૦મા વ્યાખ્યાનમાં દાનની પ્રશંસા કરતી આ કથા મોજુદ છે. આ ગ્રંથ આ.વિ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન શાળા
- અમદાવાદથી સં.૧૯૮૮માં પ્રકાશિત થયો છે.
૧૦. બૃહદ્ધપગચ્છના વિજયરાજેન્દ્રસૂરિના શિષ્ય વિજયયતીન્દ્રસૂરિજીએ સં.૧૯૮૫માં પંચતંત્રની શૈલીમાં વચ્ચે વચ્ચે શ્લોક ઉદ્ભૂત કરી સંસ્કૃત ગદ્યમાં આ કથા લખી છે, જેનું પ્રકાશન રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખુડાલા (મારવાડ)થી સં.૧૯૮૮માં થયું છે. આ કથા ‘શ્રી જૈન કથા સંગ્રહ’, ભા.૫, પૃ.૧-૩૮માં છે. તેનો ગુજરાતી અનુવાદ ‘કયવન્ના શેઠનું ચરિત્ર યાને માયાનો અદ્ભુત ચમત્કાર'ના નામે થયો છે. જે ઈ.સ.૧૯૮૨, જૈન સરસ્વતી વાંચન માળા - ભાવનગરથી પ્રકાશિત થયો છે.
૧૨. સુક્તમુક્તાવલી, લે. સોમપ્રભાચાર્ય અને કેશરવિમલજી, સંસ્કૃત, દ્વિતીય વર્ગના ૩૦માં, પૃ. ૧૨૫માં, અર્થ વિષે હિતોપદેશમાં, માલિની વૃત્ત છંદમાં છે. આનો અનુવાદ વિજયજિનેન્દ્રસૂરિજીએ કર્યો છે. આ ગ્રંથ હર્ષપુષ્પામૃત - લાખાબાવળથી, ઈ.સ.૧૯૯૮માં
પ્રકાશિત થયો છે.
૧. શ્રી જગચંદ્રસૂરિ મ.સા. તપગચ્છમાં થયેલા, જેમને જાવજીવ આયંબિલ તપ કરવાથી ‘તપા’ બિરૂદ મળેલ છે. તેમના શિષ્ય દેવેન્દ્રસૂરિ મ.સા. સુધર્માસ્વામીની ૪૫મી પાટે થયાં. તેમણે શ્રાદ્ધદિન કૃત્ય સૂત્રવૃત્તિ, કર્મવિપાક, કર્મસ્તવ, બંધસ્વામીત્વ, ષડ્થીતિ, શતક, સિદ્ધપંચાશિકા, ધર્મરત્નવૃત્તિ, સુદર્શન ચરિત્ર, ચૈત્યવંદનાદિભાષ્ય (ચૈત્યવંદનાદિભાષ્યમાં સંઘાચાર ભાષ્ય ઉપર ધર્મઘોષસૂરિએ વિવરણ કરેલ તેનું પ્રુફ રીડીંગ સાધ્વી શ્રી વિરાગરસાશ્રીજી અને સાધ્વી શ્રી ધૈર્યરસાશ્રીજી કરી રહ્યા છે), સિદ્ધદંડિકા, ૠષભવર્ધમાન પ્રમુખ સ્તવન, સારવૃત્તિ દશા જેવા ગ્રંથો રચ્યાં છે.
૨. શ્રી પૂર્ણભદ્રગણિનું સાહિત્ય : ઉપાસકદશા કથા (સં.૧૨૭૫), અતિમુક્તક ચરિત્ર (સં.૧૨૮૨), ધન્ય-શાલિભદ્ર ચરિત્ર(સં.૧૨૮૫).