________________
કાવ્ય રસાસ્વાદ છે. પ્રત્યેક કૃતિમાં કથાવસ્તુમાં થયેલા ફેરફારો, પ્રાચીન સમયના રીત-રિવાજો ટાંકેલા છે. ત્યારપછી હસ્તપ્રતના આધારે સંપાદન પદ્ધતિ આપી છે. અંતે પરિશિષ્ટ વિભાગ છે.
સુપાત્ર દાનનો મહિમા વર્ણવતી આ કથા ભગવાન મહાવીરના મુખેથી (પૂછાયેલા પ્રશ્નના ઉત્તર રૂપે) ઉજાગર થઈ છે.
કયવન્ના' વિષયક વિવિધ ભાષામાં ઉપલબ્ધ સાહિત્યની નોંધ નીચે પ્રમાણે છે.
“કયવન્ના' વિષયક સંસ્કૃત-પ્રાકૃત ભાષા નિબદ્ધ રચનાઓ. ૧. સૌ પ્રથમ શ્રી રાજશેખરસૂરિ અથવા શ્રી જયસિંહસૂરિ કૃત ‘ધર્મોપદેશ માલા વિવરણ ગ્રંથ',
વિ.સં.૧૦મી સદીમાં, પ્રાકૃત ભાષામાં, ગધ અને પધમાં, પૃ.૧૧૮ ઉપર દાનનું સ્વરૂપ પ્રગટ કરતી સ્વતંત્ર કથા રૂપે જોવા મળે છે. અહીં શિષ્યના પ્રશ્નના ઉત્તર રૂપે આ કથા કહેવાયેલી છે. આ ગ્રંથનું
પ્રકાશન સિંધી જૈન સીરીઝ- ૨૮થી થયું છે. ૨. ઉપકેશગચ્છના શ્રી દેવગુપ્તસૂરિ-નવમા (અમરનામ - શ્રી જિનચંદ્રગણિ | શ્રી કુલચંદ્ર-ગણિ)
કૃત ‘નવપદ પ્રકરણ’માં સં.૧૦૦૩, સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં, ગદ્ય-પદ્યમાં આ કથા સ્વતંત્રપણે વિસ્તાર પામી છે. સુપાત્રને ઉલ્લાસપૂર્વકદાન આપનાર અનુપમ સુખના ભાગી બને છે. તે સંદર્ભમાં
આ ગ્રંથમાં કૃતપુણ્ય (પૃ.૪૨૧-૪૨૮) અને શાલિભદ્ર (પૃ.૪૨૮-૪૩૫)ની કથા છે. આ ગ્રંથ
હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા - ૨૪૪ દ્વારા પ્રકાશિત થઈ છે. ૩. ચાંદ્રકુલીન શ્રી જિનેશ્વરસૂરિ કૃત “કથાકોશ પ્રકરણ’ સં.વિ.પ. ૧૧૦૮માં, સુપાત્રદાનનું ફળ
દર્શાવવા, પ્રાકૃત ભાષામાં, પૃ.-૬૪ઉપર આ કથા આલેખાયેલી છે. ૪. બૃહદગચ્છના શ્રી સોમપ્રભાચાર્ય દ્વારા “કુમારપાળ પ્રતિબોધ ગ્રંથ'માં પ્રાકૃત, ગધ-પધમાં,
પૃ.૨૩૦-૨૩૦, દાનમાં અંતરાય દર્શાવતી આ કથા વિ.સં.૧૧૮૨માં રચાયેલી છે. આ ગ્રંથનું પ્રકાશન આત્માનંદજૈન સભા, ભાવનગરથી, વિ.સં.૨૦૫૧માં થયું છે. તપાગચ્છના શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ કૃત ‘ધર્મરત્નકરંડક ગ્રંથ'માં વિ.સં.૧૨મી સદી, અધિકાર-૧૦, શ્લોક ૨૪૦, પૃ.૨૨૯-૨૬૫, સંસ્કૃત, ગધમાં, સુપાત્રદાનનો મહિમા દર્શાવતી કથા સ્વતંત્ર સ્થાન ધરાવે છે. આ ગ્રંથ શારદાબેન ચીમનભાઈ રીસર્ચ સેન્ટરથી પ્રકાશિત થયો છે.
૧. સ્વોપજ્ઞ લઘુવૃત્તિવાળું નવપદપ્રકરણ, નવતત્ત્વ પ્રકરણ અને પંચપ્રમાણ ગ્રંથની રચના કરી છે. (જૈ.પ.ઈ., ભા-૧, પૃ.૨૨.). ૨. શ્રી. સમવાયાંગ ટીકા, શ્રાવકધર્મ પ્રકરણ, પ્રમાણ લક્ષણ, ષસ્થાનક પ્રકરણ, પંચલિંગી જેવા સાહિત્યનું સર્જન કર્યું