________________
3
જ બદલાઈ ગઈ. દ્રવ્યદાન કદાચ ખૂટી શકે પણ ભાવદાન એ તો પાતાળ કૂવા સમાન હોવાથી કદી ખૂટતું નથી.
જૈન ધર્મના દાન અંગેના મહત્ત્વના પાસાને આ કથામાં ઉજાગર કરવામાં આવ્યો છે. જે ચંચળતા વિના અવિચ્છિન્ન ભાવે દાન આપે છે તે અન્ય ભવે સુખ પ્રાપ્ત કરે છે પરંતુ જે ત્રુટક ભાવે દાન આપે છે તે કયવન્ના શેઠની જેમ ત્રુટક સુખના ભાગીદાર બને છે.
દાનનું મૂલ્યાંકન વસ્તુ પર નહી પરંતુ ભાવ પર નિર્ભર છે. ભગવાન મહાવીરે બે સુંદર શબ્દોનો પ્રયોગ કર્યો છે. ‘મુધાદાયી’ અને ‘મુધાજીવી’ સામાન્ય રીતે ‘મુધા’ શબ્દનો અર્થ ‘વ્યર્થ’ એવો થાય છે પરંતુ લક્ષણા દ્વારા લક્ષ્યાર્થ ‘સ્વાર્થરહિત' થશે. વ્યંજના દ્વારા વ્યંગાર્થ એવો થશે કે - દાન આપનાર દાતાના મનમાં અહંભાવ ન હોય અને લેવાવાળાના મનમાં દૈન્યભાવ પણ ન હોય. આવું દાન શ્રેષ્ઠ, વિશુદ્ધ અને મોક્ષનું કારણ બને છે, ભવ પરંપરાનો અંત કરે છે.
પ્રસ્તુત કથાની મહાનાયિકા ધન્યા (જયશ્રી) છે જ્યારે ખલનાયિકા તરીકે અક્કા અને વૃદ્ધા છે. નાયક સામે કાવાદાવા કરતી ખલનાયિકાઓ કપટી સ્ત્રીઓ છે. તેમની કુટિલતાનું વર્ણન વાચક વર્ગમાં તેમના પ્રત્યે અધમતાની લાગણી પ્રગટાવે છે. સાથે સાથે નિર્વેદ ભાવ પણ પ્રગટાવી શકે છે.
કેટલીક ઘટનાઓ વિશે કવિઓનું આગવું વ્યાપક ચિંતન અને નવીન અર્થઘટન રજૂ થયું છે. ચરિત્રનાયકના પૂર્વભવ સાથે દાન આપવાના ભાવ ઈત્યાદિ વિગતો આશ્ચર્યજનક અને વીર્યોલ્લાસ પ્રેરક છે.
પ્રસ્તુત ગ્રંથમાં એક જ વિષયક પંદર અપ્રકાશિત અને ત્રણ પ્રકાશિત કૃતિઓનું પ્રકાશન થઈ રહ્યું છે. આ મારૂગુર્જર ભાષાની રચનાઓ છે.
અહીં મુદ્રિત કૃતિઓની નવેસરથી વાચના તૈયાર કરી છે. કવિશ્રી જયરંગમુનિ કૃત ‘કયવન્ના શાહનો રાસ'; જે પૂર્વે ભીમશી માણેક દ્વારા જૈન કથા રત્નકોષ, ભા.૫માં પ્રકાશિત થઈ ચૂકી છે. તે કૃતિની બીજી હસ્તપ્રતોના આધારે સંદિગ્ધ શબ્દ-અર્થના સ્થાનોમાં સુધારો કરી નૂતન પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે.
કવિશ્રી વિજયધર્મધુરંધરસૂરિની ‘કયવન્ના સજ્ઝાય' અને કવિશ્રી દેપાલની ‘કયવન્ના વિવાહલુ'ની વાચના પણ નવી જ તૈયાર કરી છે.
એક જ કથાવસ્તુને પ્રાજ્ઞ પુરુષોએ પોતાની કાવ્ય પ્રતિભાથી કંડારી છે તેથી એકની એક વસ્તુનો અનેક દૃષ્ટિકોણથી અભ્યાસ થઈ શકે. કવિઓની રજૂઆત શૈલી, પ્રતિભા સંપન્નતા, ભિન્ન ભિન્ન દૃષ્ટિએ સાહિત્ય મૂલ્યાંકન, ભાષા શૈલી, કથાઘટકોમાં પરિવર્તનના અભ્યાસની ઝાંખી કરી છે. પ્રારંભમાં રાસની કથા સર્વગ્રાહી થઈ શકે એ હેતુથી સવિસ્તાર કયવન્ના કથા લખી છે, જેમાં ચરિત્રનાયકના જીવનના પ્રત્યેક રસપ્રદ પ્રસંગો નવા નવા રસકેન્દ્રોને ખોલે છે. કથા પૂર્ણ થયા બાદ સર્વ કૃતિઓ સંવંત ક્રમાનુસાર મૂકી છે.
ત્યારપછી પ્રકાશિત થઈ રહેલી કૃતિઓની યાદી, કૃતિના કર્તાનો ઉપલબ્ધ પરિચય અને