________________
૧. પ્રીત.
૨૦૧
વાયે લુ ઉનાળે, વરસાદે મેહ ઝરહરેજી; શીત પડે શિયાળે, કિમ સહેશે નાહ માહરોજી? સૂતી પડું જંજાલ, જાણું પિયુ ઘર આવીયોજી; હસી મલીયો‘હેજાલ, ઝબકી જાગી દેખું નહીંજી દેવે ન દીધી પાંખ, નહિં તો ઉડી મલું નાહનેંજી; જોઉં ભરી ભરી આંખ, છોડુંન પાસો જીવતીજી સહિ ન દેતી શીખ, પહેલી ઇમ જો જાણતીજી; ભરણ ન દેતી વીખ, છેડહો ઝાલી રાખતીજી કીમ જાયે જમવાર, વરસ સમી વોલે ઘડીજી; નાહ વિહુણી નાર, રસ વિણ જાણે શેલડીજી અંગુઠાની આગ, કદી આવે માથા લગેજી; પીયુ વિણ નહીં સૌભાગ્ય, યૌવનીયું કિમ જાયશેજી? ન રહે કોં પરદેશ, બારાં વર્ષા ઉપરાંજી;
મૂકે ઘર સંદેશ, કે આવે પોતે વહીંજી ઘર આવ્યા સહુ કોઈ, આડોશી પાડોશીયાજી; માહરો પરણ્યો સોઈ, નાવ્યો હજી વાટ જોવતાંજી'' જોષી ચતુર સુજાણ, લગ્ન વિચારી બોલીયોજી; ‘“બહેની ! સુણ મુજ વાણ, મ કરીશ ચિંતા પિયુ તણીજી જાણું જ્યોતિષ સાર, લશે વંછિત તાહરોજી; આજ સહી નિરધાર, મલશે તુજને નાહલોજી'' સાંભલી મીઠી વાણ, ડાબું અંગ પણ ફરકીયુંજી; આજ સહિ સુવિહાણ, વિછડ્યો મલશે વાહલોજી ‘‘સોને મઢાવું જીભ, અમીય ભરૂં મુખ તાહરૂજી; દેશું સદા આષ, ચિરંજીવો જોશી પંડિયાજી!' ' ઉલ્લસી આવી ઘર બાર, હીયડુંહરખ ઉમાહિયુંજી; સાંભલીયું તેણી વાર, ઓહિજ નાથ ફરી આવીયુંજી હલી મલી બિન્દિ નારી, ચાલી તન મન ઉલ્લસીજી; શુકન હુઆ શ્રીકાર, સાથમાં આવી મલપતીજી તંબુ ડેરા સુવિશાલ, દેખીને મન ઉલ્લસીજી; સોલમી ઢાલ રસાલ, મલશે પાયુ ભણે જયતસીજી
...૩૦૪
...૩૦૫
...3૦૬
...306
...૩૦૮
...૩૦૯
...૩૧૦
...૩૧૧
...૩૧૨
...૩૧૩
...૩૧૪
...૩૧૫
...૩૧૬
...396
...૩૧૮