________________
૧૬૪
પૂછઇ સ્વાગત તેહનઇંરે, “કાંઇ થયા દિન કેઇરે? ના. કિહાં વસ્યા કિણ દેસડઇંરે? આવા અમ પતિ લેઇરે? ...ના. ...૨૨૦ સુહિલા હુંતા કિસ્યું મારગઇ રે? કરિઓ કિસ્યો વિવસાય રે? ના. લઇ લાભ સિઉ આવીઆરે? નયણે દીઠાભાયરે'
..ના. ..૨૨૧ વચન સુણીઓ ઝપીયો રે, નવિ બોલિં નર સોય રે..ના. માત કહિં બેટાપ્રતઇરે, “ખેમકુશલ નહીં જોઇરે”
...ના...૨૨૨ કરમ ફૂટી સહી માહરો રે, નહીંસાસૂસંબંધ રે..ના નહીં સસરો જેઠદેવસુરે, ધણીઅ વિના સવિલંધરે
...ના...૨૨૩ હૈ! હે!દેવ ન પાધરો રે, રુઠઉ કાંઇ અકાલિ રે..ના. નાહલીઆ વિણ શું કરું? બાલું યોવન બાલિ રે!
...ના...૨૨૪ આવિઉરાખી નવિ સકિઉરે, મુઝ સુરિજન ઇહાંઇરે..ના. કહિ વિધિમઇં ચૂંવિણાસિઉં રે, દુહિલી મદીધી કાંઈરે ...ના...૨૨૫ ભલી વાત ભલા કહિરે, ન કરઇ વિરુઓ જાંણિ રે..ના. ચાલઉ જઇયઇખોલડઇરે,"સુધિ લહિસું સુવિહાણિ રે ...ના. ...૨૨૬ હીયડઇઝૂરઇઇણિ પરઇંરે, આંખઇ આંસૂધારરે..ના. વેલ્યા દિન મછંદોહિલા રે, હવિ હૃઇનિરધાર રે
...ના...૨૨૦ રયણી અતિદુભર ભઇરે, ઘડી ગણઇછ માસ રે..ના. જાણઇં કદાચિત પતિ હુવઇરે, હીયડઇ છઇં બહુ આસ રે ...ના...૨૨૮ પ્રહ સમઇ પુત્ર સાથઇ ગઇરે, જાવા સમુદ્રનઇંતરરે..ના. જનભૂમિ જોતી પૂછતી રે, આંખઇ આંસૂ નીર રે
.ના..૨૨૯ જોતાંદીઠઉદેઉલઇરે, કોથલડઉ વલી પાસિરે..ના. જાણું સકઇંકીઉ પોઢીઉરે, તિહિજ ખાટઉલ્હાસિ રે!' ...ના. ...૨૩૦ ઇમ ચીંતવતાં તતખિણ રે, ઝબકિંઉઘાડિઓ મુખ રે..ના. રોમિ રોમિ તન ઉલસી રે, પામી હીયડઇં સુખ રે
..ના..૨૩૧ ‘એહ શરીર સોહામણૂંરે, એહ હીયડાનો હારરે..ના. એ મોહન ભાલિ ચંદલો રે, એ પતિ એ શૃંગારરે
...ના...૨૩૨ ભાંગી ભાવઠિકર્મની રે, પુણ્ય દિસાવલી આજરે'..ના. આઠમી ઢાલદંપતિ મિલ્યો રે, વિજયશેખર સુખ સાજિરે ...ના. ..૨૩૩
૧. નાશ કર્યો; ૨. દુઃખી અવસ્થા; 3. વિરુપ, ખરાબ; ૪. જઈને; ૫. સમાચાર; ૬. વિધિપૂર્વક; ૭. મુશ્કેલીથી; ૮. પસાર થયો; ૯. દશા, હાલત.