________________
૧૨૬
“પતિ આજ્ઞા માથિ વહું, હું પતિની દાસિ; પતિ સુખ સુણતાં જઇ અજ(ડ)યો હો, મુઝમસ્તક આકાસિ ...સોટાં...૪ર ઝૂરી ઝૂરી પંજર હુવા, સાસૂસસરા દોય; સ્વર્ગિપોહોતાં જાઇકિહો, સૂભ ઘરાંનો (ન) હોય ...સોટાં...૪૩ કાંય કસુંબાપડી, એકલડી રે અનાથ! કિંહા થકી હું મોકલું હો ?ધન ગયો ધણીયાં સાથ
...સોટાં...૪૪ વરસ બાર હુયાં સહી, મોકલતાં ઘર વીત; કૂઠાહી ખાલી પડઇ હો, બેઠાં બેઠાંખાતા
...સોટાં...૪૫ મુઝપાસિરીયું નહી, એ ઘરનું તો કાંઇ; માવીત્રાનો આપાય હો, એકાભુષણ પ્રાંતિ
...સોટાં...૪૬ આભૂષણ એ લેયનઇં, વેગે જાતું દાસિ; સઘળી વાત સુણાવજે હો, એ માહરી અરજદાસિ” ..સોટાં ...૪૦ આભૂષણ આગઇધરયો, ભાખ્યો સયલ વિચાર; કયવનો એ સાંભલી હો, આરતિવંત અપાર
...સોટાં ... ૪૮ તે વેશ્યાનઇં આપીયો, આભુષણ રે અનુપ; અક્કા આગિંભાખીયો હો, ઘરનો સયલ સરુપ
...સોટાં...૪૯ અક્કા આવિ નઇ કહૈં, “સુણિપુત્રી ! એ વાત; એહના ઘરથી કાઢીઓ હો, નષ્ટાંનઇંસિરલાત” ..સોટાં ... ૫૦ વેશ્યા જિલ્હા એકસી, અંતર નહીએ લગાર; એકદિન હોઇન ચીંકણી હો, લૂખો છઇ વિવહાર ...સોટાં... ૫૧ અક્કાના આદેશથી, દાસ્યાદિકપરિવાર; ધૂલિ ઉડાવિ સનમુખી હો, સમઝઇ ક્યું ન ગમાર?
..સોટાં ...પર અનંગસેના માયશું કરઇ વીનતી એક; “એ ગુણવંતો કંત છઇ હો, કાં ન કરો સુવિવેક?
...સોટાં...૫૩ "ન્હાનપણાનો એહસ્યું, પરિચો છઇપણિ માય; એહનો ધન ખાધો ઘણો હો, કિમ છેહો દેવાય?”
...સોટાં...૫૪ અક્કા કહિં “સુણિ સુંદરી! આ પાંચ આચાર; નિર્ધનનઇંનવિમાનીયે હો, ધનવંતસું યાર''
...સોટાં.... ૫૫ એહમતો શ્રવણે સુણી, મોઢો હુઉ ઉદાસ; કુણ કુમતિની જોરથી હો, ઇહાંઘર કીધો વાસ ?
...સોટાં... ૫૬ ૧. હ. પ્ર. (ખ)નો પા. માવિત્રા મુઆ પીઉ હો...; ૨. નઠારા; ૩. ચોપડેલું; ૪. રૂક્ષ; ૫. હ. પ્ર. (ક)નો પાઠ ઘણાં દિનાનો એહસ્યું...; ૬.દગો.