________________
૯૮
... ૧00
... ૧૦૧
••. ૧૦૨
*+. ૧૦૩
... ૧૦૪
સહુ દિન સરીખા જેહ રે, નવિ રવિ ચંદનિ, પાંડવ સિરખા વનિ ભમિ એ “અથીર રિધિ એ જાણ્ય રે, ચતુર નવ ચૂકતા, પુણ્ય કરઈ અવસર લહી એ ખુટું પુણ્ય જયા વારઈં રે, ગયો બનાવો એ, ઘરિ રહી વહુઅર ઝૂરતી એ દાસ મસારા પારા કાય રે, વેશાર્દ મોકલી, આવી મંદિર આગલી એ દીઠા પડ્યા આવ(વા)સ રે, “નફર નહી કોઈ, દીઠી નારિ કાંતતી એ નારી ઉલખી દાસ રે, તેડી ત્યાહાં સહી,
કવણ કાંય આવી ઈહાં એ?” કહઈ “ધન લેવા કાજિ રે, હું પણિ મોકલી. પણિ રિધિ દીસઈ નહી કસી એ” ઉતમ કુલની નારય રે, આપ વિચારતી, રખે દૂખ પામઈ કંતડો એ ભૂષણ આપણાં જેહ રે, ભરતી ટોપલીઉં, ઉપરી પુણી મુકતી એ આપૐ દાસીની હાર્થિ રે, તે પણિ સંચરી, આવી દેત અક્કા તણઈ એ દીઠી પૂણી જામ રે, ગણિકા ચિંતવઈ, “કઈવન્નો નિરધન હુઓ એ” મદનમંજરી નામ રે, તેડી ત્યાંહિ સહી, અક્કા કહઈ “એહનિ તજો એ'' “ન તજું'' કહી ગણિકાય રે, “દેવકુમર તણું ઘણું ધન ખાધું એહનું એ” અક્કા કહઈ “સુણિ નારિ રે! ગલપણ ચાખીઈ, રસ લેઈ કુચો તો એ 'નિરધન બીજો સાપ રે, રાખ્યૐ ગુણ નહીં, જાતાં કરડઈ દોય જણા એ
... ૧૦૫
••• ૧૦૬
••• ૧૦o
... ૧૦૮
... ૧૦૯
... ૧૧૦
... ૧૧૧
... ૧૧૨
૧. અસ્થિર; ૨. નોકર; રૂ. પા. નિરધર