________________
...
o
સિંધૂ સોરઠી કેદારો ગોડી રે, સૂણતાં નર તે બઈ કર જોડી રે; મારુ માલવ ગોડ મલ્હારો રે, રામગિરી ગોડી તિહાં સારો રે સબાપ ધોરણી હોઈ તિહાં કાફી રે, રસીયા મુકઈ ખચડી બાફી રે; અસાવરી હોઈ શ્રીરાગો રે, સુણતાં ડોલઈ વાસિગ નાગો રે અસાવરી સિંધુ કલ્યાણો રે, કાહાલVરો સુણતાં હોઈ જાણો રે; પરદો પરજીઉ રાગ હુસેની રે, સમઝઈ બુધિ હોઈ સબલી જેહની રે જઈતસરી નઈ રાગ મેવાડો રે, કહ્યું કામદઈ સુરિ ઘાડો રે; રાગ વઈરાડી દેવગંધારી રે, સમઝઈ તે નર બુધિ જ સારિ રે વૃંદાવની સારિંગ હોઈ જ્યારઈ રે, મૂરિખ મૂઢ ધૂણવઈ ત્યારઈ રે; અનલા ગોડી મેઘ મલ્હારો રે, અધૂરસ પરજીઉ અતિહિં અપારો રે 'અનેક રાગ બીજા વલી જેહો રે, મદનમંજરી કરતી તેહો રે; મદનમંજરીનું મુખ દેખી રે, ગયો ચંદ મૃતલોક "ઉવેખી રે મસ્તગ વેણી લાંબી કાલી રે, ગયા પાતાલિ નાગ નીહાલી રે; કાને ઝાલિં ઝબુકઈ દોયો રે, રવિમંડલ સરીખાં તે હોયો રે કમલનયન મૃગનયણી નારી રે, ખંજન લોચની વેશ્યા વીચારી રે; નાશિકા જેહની અતિ અણીયાલી રે, અધર અનોપમ જિમ પરવાલી રે ... ૮૨ નીરમલ દંતી મધૂરી બોલઈ રે, નાગકુમારી રંભા તોલાઈ રે; કંઠિ કનકતણો તસ હારો રે, બાજુબંધ બઈરખાંજી અપારો રે .. ૮૩ પયોધર દોઈ રે, કામી પુરુષ રહ્યા તે જોઈ રે;
બત્રીસી બંધિ કંચનસીઉ રે, જોઈ રહ્યો કઈવન્નો રસીઉ રે ૧. રાગનું નામ; ૨.રાગવેરાડી;૪. પાછા હટી જવું. ૩. રાગ: છ પ્રકારનાં રાગ છે. (શ્રીપાળ રાજાના રાસ ખંડ-૩માં આ વિગત છે.) ૧. શ્રી રાગ, : હારવા અથવા માલવી, ત્રિવેણી, કિંદારા, ગૌરી, મધમાધવીબહારી. ૨. વસંત રાગ : દેશી, દેવગિરિ, બૈરાટી, બદ્રિકા, લલિતા, હિંડોલી. 3. પંચમ રાગ .: બિભાસ, ભૂપાલી, કરનારી, બડહંસ, માલશ્રી અથવા વાઘેશ્વરી, પટમંજરી. ૪. ભૈરવ રાગ : ભૈરવી, ગુર્જરી, રેવા, ગુનકલી, બંગાળી, ભલી અથવા હેલી. ૫. મેઘરાગ : મલ્હાર, સોરઠી, આશાવરી અથવા સામેરી, માલકોશ, ગંધાર, રસશૃંગાર અથવા
હરશૃંગાર. ૬. નટનારાયણરાગ: કામોદી, કલ્યાણી, આહિરી, નાયકી, સારંગ, હમીરનાટ.
- આ રીતે ૬ રાગ + તેની ૬૪૬=૩૬ રાગિણી + ૪૮ પુત્રો = ૯૦ ભેદ છે. સ્વર : સ્વર સાત પ્રકારનાં હોય છે. (૧) પજ (૨) અષભ (૩) ગંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત (0) નિષાદ. (સા. રી. ગ. મ. ૫. વ. નિ.) નાસિકા, કંઠ, ઉરસ્થાન, તાલુ, જિન્હા અને દંત આ છ સ્થાનોથી ઉત્પન્ન થવાના કારણે પ્રથમ સ્વર ‘ષજ' સમજવો.. તાલ: તાલ સાત પ્રકારની હોય છે. (૧) ધૂઓ (૨) માઠો (3) પડુમનો (૪) રૂપડો (૫) જતિ (૬) પડતાલો (0) એકતાલ વગેરે.