________________
.. ૬૫
સંસાર ગતિ સમઝઈ નહીં, તેહને શું કીજઈ? સુંદર ઝાડ તેહ "સિંબલો, તિહાંથી સ્યું લીજઈ?” સુણી વાત જવ સાસુઈ, કહઈ નરનઈં નારિ; કઈવન્નો સમજાઈ નહીં, ગતિ જે સંસારિ''; બાપૐ બુધિ હીડઈ ધરી, મંત્રીનિ તેડઈં, ત્રિણ રત્ન લેઈ કરી, બાંધ્યા તસ છેહડઈ
મદનમંજરી ઘઈરિ જઈ, દેજ્યો બિણિ રત્ન; કઈવનાનિ તિહાં ધરો, કરસઈ તે જન; બોહત્તરિ કલા તિહાં સીખસઈ, હોસઈ પ્રવીણ; સકલ કામ તસ સાધસઈ, સૂત એ સૂકલિણ' મંત્રિ ગુણિકા ઘરી ગયા, કઈવન્નો સાથિં; કુમર તણઈ ત્યાહાં ભોલો , મદનમંજરી હાર્થિ; કોશ્યા ઘરિ બઈઠા સહુ, ફલ મેવા ખાઈં; "કુંચીનું મસિ તિહાં કરી, એક મંત્રી જાઈં બીજો મંત્રી ઉઠીઉ, કહઈ “સંકા ટાલું,” ત્રીજો કહઈ “જઈ હાટનાં,દુવાર સંભાલું;” ચોથો કહઈ “સહુ કિહાં ગયા? જોઈ આવું આંહિ;” ઈમ કહી સઘલા ગયા, વછ મુક્યો ત્યાંહિ
••• ૬૮
- ૬૯
ઢાળઃ ૬ (રાગ : કેદારો. સુણો મોરી સજની ! રજની ન જાવઈ રે... એ દેશી)
કઈવન્નો સૂખ ત્યાંહાં વિલસંતો રે, સોવન સોગઠે ત્યાંહાં રમતો રે; મનગમતાં અન્ન ત્યાંહિ જિમતો રે, સોવન એજ્યા ઉપરિ સોવંતો રે ... 00 મનગમતાં અન્ન ત્યાંહિ કિમંતો રે, સોવન માલીઈ પૂરયો વાસો રે; દીઈ "પડવડી દીસી દાસો રે, પોહોચાડઈ મન કેરી આસો રે પહિરઈ વાળા "સખરા સારો રે, કંઠિ રમણનો ઘાલઈ હારો રે; જાણું ઈંદ્ર તણો અવતારો રે, જેહના સૂખ તણો નહીં પારો રે મદનમંજરી વેણિ વજાવઈ રે, ભૈરવ પંચમ રાગ બજાવઈ રે; પરભાતીં વેલા ઊભી થાવઈ રે, રાગ દેસાખ કરી ગણિકા ગાવઈરે ટોડી ગુજરી નટ ભૂપાલો રે, સારિંગ સુણતાં રીઝઈ બાલો રે; વસંત શામેરી સૂકમાલો રે, કરઈ કેદારો સંજ્યા કાલો રે
૧. શાભલિ વૃક્ષ; ૨. મિત્ર; 3. કુળવાન; ૪. ચાવી; ૫. ????; ૬. વસ્ત્ર; 6. સુંદર.