________________
ઢાળ : ૪ (રાગ : ગોડી. એણિ પરિ રાજ કરતા રે... એ દેશી) સેઠ ધનાવો ત્યાંહિ રે, નારિ સુભદ્રા એ; સૂત કઈવન્નો તેહનો એ જનમ હુઓ જેણિ વાર રે, ઉછવ તવ ઘણા, તોરણ હાથા બારણઈ એ નાટિકા હોઈ તામ રે, દાન દઈ ઘણું, સજન પોખ કીધો સહી એ કયવનો સૂત નામ રે, રુપ ઘણું તસિં, દીઠઈ પ્રેમ હોઈ ઘણો એ ભૂષણ અંગિ અનેક રે, ભરિયું આભારણિયું, મુખ પુન્યમનો ચાંદલો એ લક્ષણ અંગિ બત્રિસ રે, કલાકુશલ સહી, સોભાગી સુત ઉપનો એ કુલ યુગમાંહિ નર જોય રે, વીર નઈ શાશનિ, ચ્ચાર પૂરષ ઉત્તમ હુવા એ સાલિભદ્ર અભયકુમાર રે, ગઉતમ બષિ વડો, કઈવનો કુઅર હુવો એ દિન દિન વાઘઈ પૂત રે, ભણતો નેસલર્જી, પઢી ગુણી પંડિત હુવો એ
••• ૬૩
ઢાળ : ૫ (રાગ : આશાવરી સિંધુઓ. કાન વજાવે વાંસલી... એ દેશી) પઢી ગુણી પંડિત હુવો, કન્યા પરણાવ્યો; સોહાસણિ નામ જ સહી, તસ મંદિર લ્યાવ્યો; વઈરાગી કુંઅર સહી, નવી નીહાલી નારી; કામભોગ વિલાસઈ નહી, સૂખ સારાં સંસારી એક દિન સોહાસણિ વલી, જિનમંદિર જાઈ; દેખી સ્યોભા તેહની, ગુણ નારિ ગાઈ;
સસરો ધનાવો કિસ્યો, સુભદ્રા સાસુ, કંત કઈવના સારીખો, મહાભોગ વિલાસો” સુણી સોહાસણિ વીનવઈ “તુમ્હ ન લહો બાઈ; સસરો સાસૂ સુંદરુ, નર (ન) લહી ચતુરાઈ;
••• ૬૪