________________
૮૫
દૂખ દેખવા રહી હું આંહિ રે, ભૂંડા દેવ ! દૂખી કર કાંઈ રે?’’ રુઈ ગંગીઉ ગંગા માય જ્યારિ રે, સૂણઈ પાડોસણિ તે ત્યારિ રે ખીજી બોલી અબલા ત્યારેિં રે, ‘‘ગંગા! ગંગીયાનિ કાં મારઈ રે? ખીર નહી કાંઈ હેમ સમાન રે, વાત ન સૂણાવી અમ કાંન્ય રે?’’ એમ કહી દીઇ ચાવલ થાલ રે, એક આપŪ ધૃત તતકાલ રે; એક આપઈ ત્રાંબડી દૂધ રે, એક ખાંડ બૂરું દિઈ સુધ મલ્યો સંજયોગ નીપાઈ ખીર રે, બઈઠો ગંગીઉ જિમવા વીર રે; પ્રીસી માતા આઘી ગઈ જ્યારઈ રે, ગંગીઉ મનિ ચિંતઈ ત્યારઈ રે ‘કોઈ સાધ આવઈ તો દીજઈ રે, પછઈં ભોજન ભાવિં કીજઈ રે;' એવી ઈચ્છા મનમાં હોય રે, જીવ ઉત્તમ ટાલી ન હોય રે પુણ્યવંતનિં સંચ મિલેઈ રે, ભાગ્યવંત છઇ ગંગીઉ જેહ રે; અભિગ્રહઈધારી મૂની આવઈ રે, પ્રતિલાભવા ઊભો થાવઈ રે કરિ ચોથો ભાગ તે આલઈ રે, પછઈં અરધ ઉપરિ મન વાલઈ રે; ત્રિણ ભાગ દેઉ જાણઈ બાલ રે, પછઈ આપ્યું આખું થાલ રે આવી માતા જુઈ જ્યારઈ રે, થાલી ખીર ન દેખાઈ ત્યારઈ રે; ‘ભલો ભુખ્યો એહ કુમાર રે, ખીર ખાતાં ન લાગી વાર રે ઈમ ભૂખ્યો રહઈતો હસ્યઈ દિહાડી રે,' પછઈ તોલડી ઊંધી પાડી રે; જમી ખીરનિં ઊઠ્યો જ્યારઈ રે, બઈઠી પ્રેમની નજર ત્યારઈ રે હુઉ કલમલો પૂહતો કાલ રે, રાતિં મરણ લહઈ તે બાલ રે; રુઈ ગંગિઆ કેરી માય રે, ‘‘દીધો ચાંદા ઉપરિ ઘાય રે ગયો કંતડો લખ્યમી લેઈ રે, ગંગિયા તું કાં ગયો છેહ દેઈ રે? હવિ કુણ હોસŪ આધાર રે? ગયો ગંગજી દેવ કુમાર રે! કિસ્સાં પૂરવ કેરાં પાપ રે? કીધા સાધ તણઈ સંતાપ રે; મારયાં માનવ હસ્તી ગાય રે, તો આ ભવ ગંગજી જાય રે’’
દુહા : ૩ ગયો પરલોકિં ગંગિઉ, ઉત્તમ કુલિં ઉપન્ન; દાન ગુણે કરી પાંમીઉ, રમણી રાજ્ય સોવન રાજગૃહી નગરી ભલી, સ્વામી શ્રેણિકરાય; તીહાં વસઈ વ્યવહારીઉ, વડો ધનાવો સાહ
... ૪૦
... ૪૧
... ૪૨
... ૪૩
૪૪
... ૪૫
૪૬
... ૪૦
... ૪૮
... ૪૯
... 40
... ૫૧
... ૫ર
... ૫૩