________________
૮૪
જરા મરણ કુભોજનાં, દરિદ્ર રોગ 'જાઅંત; પૂત્રી વિઘન પંડિત કહઈ, અણવાંછયાં આવંત
ઢાળ : ૩ (લંકામાં આવ્યા શ્રીરામ રે... એ દેશી) અણવંછી આપદા જેહ રે, ગંગા ઘરિ આવી તેહ રે; લેઈ પુત્રનિં ચાલી ત્યાહયાં રે, આવી રાજગૃહીમાંહિ રે સા શ્રીપતિનઈં ઘરિ જાઈ રે, રોઈ ભાખઈ કરમ કથાય રે; પરલોકિં ગયો ભરતાર રે, ગઈ લખ્યુમી તેણિ વારિ રે પડી વેલા તુમ્હકઈં આવી રે, ગંગાયાનિ સાથિં લાવી રે; દીઉં સાથ્ય તો ઈહાં રહી રે, વણિઉલખી કેહનિં કહીઈ રે ઉલખીતાં જેહ સગાંય રે, તે ‘ચુહટાલાં દેઈ જાય રે;
ભૂંડા દરિદ્ર તણો મહીમાય રે, સગાં ફીટી અણસગાં થાય રે *સૂર પરિખ્યા જવ સંગ્રામ રે, ગજ પારિખું ગઢનું કામ રે; દાન પારિખું દીસઈ હાથિં રે, સજન પારિખું તિમ *અણાથિ રે’' અસ્યાં વચન કહઈ ગંગાય રે, તવ બોલ્યો શ્રીપતિ સાહ રે; ‘રહો બાઈ તુમ્હે ઈહાંય રે, નહીં જિમીઈ તુમ્હ ભુખ્યાંય રે’' રહી ગંગા તેણઈ ઠામ્ય રે, લાગી પેટ ભરાઈ કામ્ય રે; ગંગીઉ ચારઈ વન્ય ગામ રે, એમ દૂખ ભરિ “દાડા જાય રે એક દિન વનમાં ગોવાલ રે, આવ્યા ખીર જિમીઈં તતકાલ રે; કરઈ બઈઠા વનમ્હાં વાત રે, ગંગીયાનિ ઈચ્છા થાય રે આવ્યો ઘઈરિં 'સિરાવવા જ્યારિ રે, આપી રોટલી માઈં ત્યારિ રે; નવી લીઈં ગંગીઉ ધીર રે, માગઈ ઘૃત ખાંડિનિં ખીર રે તવ માતાનિં દૂખ જાગઈ રે, ‘ઘરિ દુઝતી મહીષી ગાય રે; નવી ભાવતાં દૂધનિં દહીંઅ રે,જુઉ કર્મ તણી કથાય રે, ઘરિ દૂઝતી મહીષી ગાય રે, ન મિલઈ થોડુંઈ “અઈહાંય રે!' માગિં બાપડો બાલક રોઈ રે, હુઈ ગલગલી સૂતનિં જોઈ રે મીઠે વચને બોલી માય રે, ‘‘મ કરો સૂત! ખીર ઈછાય રે; “ઉન્હેં પામીઈ કબીર્ઘક ક્યારિ રે, તો ખીરની સીદ સંભારઈ રે?’’ ન રહઈ વારયો ચઢ્યો આડો રે, મારિ લાકડી ત્યારિ ત્રાડઈ રે; ઘણું ગંગીયાનિં દૂખ થાઈ રે, ‘‘મૂઉં તાત ન મુઈ માય રે
૧. જમાઈ; ૨. મેંણા મારે; ૩. શૂરવીર; ૪. ભીડ પડે; ૫. દિવસો; ૬. જમવા; ૭. અહીંયા; ૮. ગરમ.
૨૬
... 26
... ૨૮
૨૯
... 30
... ૩૧
:
... 32
33
૩૪
... ૩૫
૩૬
... 36
... ૩૮
૩૯