________________
૪. કવિ કહષભદાસજી કૃત કયવન્ના શેઠનો રાસ. (સં. ૧૬૨૧)
દુહા : ૧ “પઢમં જિસેસર પાએ નમું, મરુદેવ્યા સુત જેહ; મુખ પુન્યમનો ચાંદલો, કનકવરણ જસ દેહ નાભિરાય કુલિ ઉપનો, જનમ હુઉ જેણી વાર; મેરુ શિખરઈં નવરાવીઉ, સુર મનિ હરખ અપાર અષભ નામ તસ થાપીઉં, પરણાવ્યો બઈ નારિ; એકસો પુત્ર હુઆ રુડા, પુત્રી બઈ ઘરબારિ વિપુલ વંશ વાધ્યો સહી, પોહતી મનની આસ; જિનવર નામ જપી કરું, કઈવન્નાનો રાસ
ઢાળ : ૧ (રાગ : ગોડી. ત્રિપદીનો... એ દેશી) કઈવન્નાનો ગાયત્સ્ય રાસ, પૂરવ ભવનો કરું પ્રકાશ; સૂણતાં અતિ ઉલ્લાસ, હો ભવીકા. સૂણતાં અતિ ઉલ્લાસ રાજગૃહિ નગરી છઈ જ્યાંહિ, વસઈ નેસડો પાસઈ ત્યાંહિ; રહઈ આહિર તેહમાંહિ, હો ભવિકા, રહઈ આહિર તેહમાંહિ ગોવાલ આહીર તેહનું નામ, ઘરિ નારી ગંગા અભિરામ; મંદિ(૨) રચિં “બોહોલા દામ, હો ભવીકા મંદિર રચિં બોહોલા દામા ગાય ભિંસ ઘરી છાલાં ઘોડાં, વૃષભ તણાં દીસઈ બહુ જોડાં; ઝાઝાં દાસ દોકડાં, હો ભવીકા ઝાઝાં દાસ દોકડાં કરઈ એકઠાં ધૃત વલી તેહ, શ્રીપતિ વાણિગનિ પણિ દેહ; તેહનો દ્રવ્ય પણિ લેહ, હો ભવીકા તેહનો દ્રવ્ય પણિ લેહ એક દિન ગંગા દાસી સાથિં, લીધા ગાડુઆ ધૃતના હાથિં; નગરિ આવ્યા પરભાતિ, હો ભવીકા નગરી આવ્યા પરભાતિ
ઢાળ : ૨ (રાગ કેદારો, ગોડી. વિણજારાની ... એ દેશી) ર(રા)જગૃહી નગરીમાંહિ આવઈ, શ્રીપતિની હાટઈ જાવઈ; નવિ દીઠો શ્રીપતિનઈ જ્યારઇ, પૂછયું પાડોસીનિ ત્યારઈ
•.. ૧૧
૧. પ્રથમ; ૨. પુષ્કળ.