________________
૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (૧) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
સમ્યગદષ્ટિ દેવીદેવીઓને લગતી સ્તુતિ નિષ્પક વ્યોમ નીલ વૃતિ મલ સદૃશં બાલચંદ્રા ભદંષ્ટ્ર,
માં ઘંટારવેણ પ્રસૃત મદનલ, પૂરયન્ત સમત્તાત્, આરૂઢો દિવ્યનાગં વિચરતિ ગગને કામદ: કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિ ર્દિશતુ મમ સદા, સર્વકાર્યેષુ સિદ્ધિમ્ (૪)
સ્નાતસ્યાની સ્તુતિ શ્રીબાલચંદ્રસૂરિ, જેઓ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા, તેમણે બનાવી છે. ગુરૂ સાથે વિરોધ થવાથી તેઓ જુદા પડયાં તેથી સંઘે તેમની બનાવેલી સ્તુતિ માન્ય ન રાખી. મુનિ કાળધર્મ પામ્યા પછી વ્યંતરજાતિના દેવ થઈ. સંઘને કનડવા લાગ્યા. ત્યારે શ્રીસંઘે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરી સ્તુતિનો સ્વીકાર કર્યો. ત્યારથી આહુતિ પાક્ષિક, ચઉમાસી, અને સંવત્સરી પ્રતિક્રમણમાં બોલાય છે.