________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૫
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન
અન્નત્થ ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણ, જંભાઈએણે, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિ, સુમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂછઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થ્રેક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધીમારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડ, આત્માને વોસિરાવું છું. (૫)
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરીને, પારીને, “નમોહત” કહી સ્નાતસ્યાની
ચોથી થોય કહેવી.)
દેહને ‘માનવો તે દેહાધ્યાસ છે, અને તે દેહાધ્યાસને કેન્દ્ર સ્થાને રાખીને જે કાંઈ વિચારો કે વર્તન કરવું તે બહિજીવન છે. આવું જીવન જ્યાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી આત્માનો વિકાસ સાધી શકાતો નથી કે ઉચ્ચજીવન તરફ પ્રગતિ કરી શકાતી નથી. જ્યારે એ દેહાધ્યાસ ટળે છે અને આત્માને ‘હું' માનીને તેના જ હિત માટે સઘળી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેઓ આત્મા ઘાતિકર્મ ખપાવીને કેવળ જ્ઞાન પામે છે.