________________
૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરેલો) એક નમસ્કાર પણ પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. (૩)
ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)ના દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૪) બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, જેઓના કાર્યો પરમાર્થથી સિદ્ધ થયા છે (એવા) સિદ્ધ થયેલા ચોવીશે તીર્થંકરો મને સિદ્ધિ પદ આપો.(૫)
જે તીર્થંકરોએ તીર્થ પ્રવર્તાવી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે, તેની આરાધના નિમિત્તે ચૈત્યવંદન આદિ સૂત્રો બોલી, સાક્ષાત તીર્થંકરોના જીવોએ સર્વેની પણ સ્તવના કરી છે. જે તીર્થંકરો આજે સિદ્ધસ્વરૂપે વિદ્યમાન છે. તેની અને તેના જેવા પવિત્ર સિદ્ધ પરમાત્માઓની સાક્ષાત શબ્દોમાં સ્તુતિ કરવાની ખાસ જરૂરિઆત રહે
શાસનરક્ષક સમ્યગદષ્ટિ દેવોના સ્મરણ દ્વારા ધર્મમાં સ્થિરતાની માંગણી
વૈયાવચ્ચ ગરાણું સંતિ ગરાણં સમ્મ દિષ્ટિ સમાહિ ગરાણું કરેમિ કાઉસ્સગ્ગ (૧)
વૈયાવચ્ચનાં કરનાર, શાંતિનાં કરનાર (અને) સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ દેનાર દેવોને (આશ્રયીને) હું કાર્યોત્સર્ગ કરું છું. (૧)
શાસન પર ભક્તિવાળા સમ્યગ્દષ્ટિ દેવોને શાસન દેવ કહેવામાં આવે છે. આ દેવો નિરંતર ભક્તિ કરતા રહે છે. સંઘમાં ઉપદ્રવ ફેલાતા તેનું નિવારણ કરીને શાંતિ સ્થાપે છે. અને સંઘમાં દુઃખ આવે તો ટાળવાનો નિરંતર પ્રયત્ન કરે છે. આ રીતે શાસન દેવોને યાદ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાંતિમય વાતાવરણ તથા વૈયાવૃત્ત્વ કરનારાઓનું કૃતજ્ઞતાથી સ્મરણ કરવાનો ઉદેશ રહેલો છે.
જૈનધર્મમાં સ્તુતિ, સ્તોત્રો, સઝાયોમાં વિશિષ્ટ ભાવો ભળેલા હોય છે અને તે છે પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાનો. કારણકે ગુણપ્રાપ્તિ વિના મોક્ષમાર્ગમાં આરોહણ ન થઈ શકે. તેથી આપણા સૂત્રમાં અર્થની સાથે સાથે તીર્થંકર પરમાત્માના ગુણોનું વિશદ્ રીતે વર્ણન થયેલું હોય છે. આપણા વંદનમાં માર્ગદર્શક પ્રતીતિ કૃતજ્ઞતાની સાથે સાથે તેમના ગુણોની પ્રાપ્તિની વાત રહેલી હોય છે, તે રીતે આપણા સૂત્ર, સ્તુતિ વગેરે વિશિષ્ટ બની જાય છે અને તે આત્મા ઉપર અનંત ભવોથી લાગેલા કર્મોની નિર્જરા કરવામાં સક્ષમ હોય છે. આ વંદન ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચી, શુદ્ધ ભાવમય બની, પરમાત્માનાં ગુણો સાથે તાદાત્મ્ય સાધી લે છે.