________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૩
(થો પૂરી કરી “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો.)
સિદ્ધ ભગવંતોની સ્તુતિ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં પરંપર ગયાણ, લોઅષ્ણ મુવમયાણું, નમો સયા સલૂસિદ્ધાણં (1)
વર્ધમાન સ્વામીને વંદન જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમસંતિ,
તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરં (૨) ઈક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસારસાગરાઓ, તારેઇ નરંવ નારિ વા (૩)
ગિરનાર તીર્થના અધિપતિ નેમિનાથ પ્રભુની વંદના ઉજ્જિત સેલ સિહરે, દિખ્ખા નાણે નિસહિયા જ,
તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિટ્ટનેમિં નમામિ (૪)
અષ્ટાપદ, નંદિશ્વર તીર્થોની સ્તુતિ
ચત્તારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ પરમટ્ટ નિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫)
જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે, પોતાની મેળે બોધ પામેલા છે, સંસાર સમુદ્રનો પાર પામેલો છે, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષે પહોંચેલા (અને) લોકના અગ્રભાગે પહોંચેલા છે, એવા સર્વે સિદ્ધોને હું નમસ્કાર કરું છું. (૧) જે દેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તેવા ઈન્દ્રોથી પૂજાયેલ, શ્રી મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદું છું. (૨)