________________
૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરીને, પારીને, સ્નાતસ્યાની ત્રીજી થોય કહેવી.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
દ્વાદશાંગી – શ્રુતજ્ઞાનને લગતી સ્તુતિ
અર્હત્ર પ્રસૂત, ગણધર રચિતં, દ્વાદશાંગ વિશાલં, ચિત્રં બહ્વર્થ યુ ં, મુનિગણ વૃષભૈ ર્ધારિત બુદ્ધિમર્ભિઃ, મોક્ષાગ્ર દ્વારભૂતં વ્રત ચરણ ફલ, શેય ભાવ પ્રદીપં, ભકત્યા નિત્યં પ્રપદ્યે, શ્રુત મહ મખિલ, સર્વ લોકૈક સારમ્ (૩)
અરિહંતના મુખમાંથી જન્મેલ, ગણધરોએ રચેલ, આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત, બુદ્ધિમાન એવા સમુદાયના નાયકોએ (આચાર્યોએ) ધારણ કરેલ, મોક્ષના મુખ્ય દ્વાર સમાન, વ્રત અને ચારિત્રના ફળ રૂપ, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન, સર્વ લોકને વિષે એક સારભૂત એવા વિશાળદ્વાદશાંગી રૂપ સમસ્ત સિદ્ધાંતને હું અંગીકાર કરુંછું. (૩)
સ્નાતસ્યાની સ્તુતિ સંસ્કૃત-સાહિત્યની અલંકાર અને વર્ણન પદ્ધતિથી વિભૂષિત થયેલી છે. આ સ્તુતિમાં વિશિષ્ટ જિન, સામાન્ય જિન, જિનાગમ અને વૈયાવૃત્યકર શાસનદેવની અલંકારિક ભાષામાં સ્તુતિ કરવામાં આવી છે.