________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૧
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સુઅસ્સે ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ (1) વંદણવત્તિઓએ, પૂઅણ વત્તિઓએ, સક્કાર વત્તિઓએ,
સમાણ વત્તિઓએ, બોરિલાભ વત્તિઓએ, નિવસગ્ન વત્તિઓએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ,
વડુંમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હે ભગવન્! શ્રતધર્મની આરાધના માટે કાઉસ્સગ્ન કરું છું. (૧) હું શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વકહુંકાર્યોત્સર્ગકરું છું. (૩)
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણ, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહુમેહિ દિક્ટિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫)