SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત પુષ્કર નામના સુંદર અર્ધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબુદ્વીપમાં (આવેલ) (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રી શ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થંકર ભગવંતો) ને હું નમસ્કાર કરુંછું. (૧) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રીસિદ્ધાંત)ને હું વંદન કરુંછું. (૨) જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ પણ પ્રમાદ ન કરે .) (૩) હે (જ્ઞાનવંત લોકો) ! સર્વનયથી સિધ્ધ થયેલા એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જેમના હોવાથી) ચારિત્રધર્મમાં હંમેશા સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રુતધર્મ)માં ત્રણેય લોકનું જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (જ્ઞેય -જાણવા યોગ્ય રૂપે) રહેલું છે. (તે) શ્રુત ધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો. (૪) પ્રથમ સ્તુતિમાં પ્રથમ નમસ્કાર સર્વ તીર્થંકરોને કરવામાં આવ્યા છે. જેમણે ધર્મનો પ્રચાર પવિત્ર આગમોના – પ્રર્વતન દ્વારા કર્યો છે. બીજી સ્તુતિમાં શ્રુતનું મહત્વ વર્ણવી તેને નમસ્કાર કરવામાં આવ્યો છે. ત્રીજી સ્તુતિમાં શ્રુત જ્ઞાનના ગુણોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. ચોથી સ્તુતિમાં શ્રુતને સંયમધર્મનું પોષક તથા ચારિત્ર ધર્મની વૃદ્ધિ કરનારું વર્ણવ્યું છે. આ સ્તુતિ પૂર્ણ કરીને શ્રુત - ભગવાનનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. શ્રુતસ્તવમાં જૈન શાસ્ત્રોનું સાંગોપાંગ સ્વરૂપ, વર્ણનાત્મક અને અદ્દભુત સ્તુતિ કરવામાં આવી છે. પહેલી ગાથામાં દરેક સર્વજ્ઞોની શ્રુતતામાં એકવાક્યતા જ છે. જરા પણ પરસ્પર વિસંવાદ રહેતો નથી તેથી તેમાં સર્વે તીર્થંકરોને નમસ્કાર કર્યાછે. બીજી અને ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની મોહ અને અજ્ઞાન નાશ કરવાની શક્તિ વર્ણવી છે. ૧)પ્રતિક્રમણની શરૂઆતમાં સામાયિક શા માટેલેવામાં આવેછે? ઉત્તર ઃ વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને ફળદાતા થાય છે. તેથી પ્રથમ સામાયિક લેવું. ૨) ગુરૂ સમક્ષ પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર : ગુરૂ સાક્ષીએ કરેલું અનુષ્ઠાન વધારે દઢ થાય છે. ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું જોઈએ. જગતમાં સસાક્ષિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. ન્યાય સ્થાનોમાં પણ સક્ષાક્ષિક બાબતોની સિદ્ધિ થાય છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy