________________
૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ઘૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડે, આત્માને વોસિરાવું છું. (૫) (પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને, સ્નાતયાની બીજી થોય બોલવી.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
૧) પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર:પ્રતિક્રમણ પંચાચારની શુદ્ધિ માટે છે. પ્રતિક્રમણ પાપથી પાછા હટવા કરાય છે. દિવસ કે રાત્રી કેવર્ષસંબંધી લાગેલા પાપોની માફી માંગવા કરાયછે. તે પાંચ આચાર: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચારનેવીર્યાચાર.