________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સવ્વલોએ અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ (1) વંદણ વરિઆએ, પૂઅણ વત્તિઓએ, સક્કાર વરિઆએ,
સમ્માણ વરિઆએ, બોરિલાભ વત્તિઓએ, નિવસગ્ગ વત્તિઓએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ,
વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩) હું સર્વ લોકના શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચેત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વકહુંકાર્યોત્સર્ગકરુંછું. (૩)
આ સૂત્રને લઘુચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જીનાલયોમાં દર્શન-વંદનનો અવસર એકસાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે ૧૭ સંડાસા (કર્માજના) સાથે ત્રણ વાર ખમાસમણ આપ્યા પછી યોગ મુદ્રામાં આ ‘શ્રી અરિહંત ચેઇયાણ સૂત્ર' બોલીને એક શ્રી નવકાર મંત્ર નો કાયોત્સર્ગ કરી સ્તુતિ =થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે.
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિ, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. (૩)