________________
૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (1) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
આ સૂત્ર પૂર્વમાંથી ઉદ્ધત કરેલું હોવાથી સાધ્વીજી ભગવંત અને શ્રાવિકાને બોલવાનો અધિકાર નથી. તેઓને આ સૂત્રની જ્યારે જરૂર જણાય ત્યારે શ્રી નવકાર મંત્ર બોલવાની પ્રથા પ્રચલિત છે. આ સૂત્ર વિવિધ રાગોમાં બોલાતું હોય છે. તેમાં ગુરૂ-લઘુ અક્ષર અને જોડાક્ષરની ઉચ્ચારવિધિમાં બાધ ન પહોંચે, તે પ્રમાણે જ બોલવું જોઈએ. આ સૂત્ર શ્રી સિધ્ધસેન દિવાકરજી મહારાજે બનાવ્યું છે. તેમની ઇચ્છા હતી કે નવકાર સૂત્રનું સંસ્કૃત ભાષામાં સૂત્ર બનાવવું. પરંતુ ગુરૂ મહારાજે એ કામ અટકાવ્યું અને આ આશાતનાનાં પ્રાયશ્ચિત રૂપે તેમને બાર વર્ષ ગચ્છની બહાર રહી શાસનની મોટી પ્રભાવના કરવાનું પ્રાયશ્ચિત આપ્યું. પરંતુ તેમના જેવા આરાધક પુરુષનું બનાવેલું સૂત્ર અન્યથા ન જાય તેમ સમજી શ્રી શ્રમણ સંઘે ઘણા ખરા સ્તુતિ, સ્તોત્રો, પૂજાની ઢાળમાં તેને સ્થાન આપ્યું જણાય છે. આ સૂત્ર સ્ત્રીઓથી ક્યારેય ન બોલાય.
અનેક ભવમાં બાંધેલા કર્મોને જેમણે બાળી નાખ્યા છે, તે સિદ્ધ કહેવાય છે. આ પદ દ્વારા સર્વ કર્મથી રહિત, કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતને વંદના કરવામાં આવી છે. સિદ્ધ ભગવંત કોઈની સહાય વિના, આત્માથી પ્રત્યક્ષપણે સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયોને જેઓ જુએ છે અને જાણે છે. વળી તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે. સિદ્ધનાં આઠ ગુણો : ૧- અનંતજ્ઞાન ૨- અનંત દર્શન ૩- અનંત અવ્યાબાધ સુખ ૪- અનંત ચરિત્ર પ- અક્ષયસ્થિતિ - અરૂપીપણુ ૭- અગુરુલઘુત્વ અને ૮-અનંતવીર્ય