________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૩૩
-
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતેશ૨ી૨નો સંચાર, થૂંક-કફનોસંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વર્ડ, મૌન વડે, ધ્યાનવ, આત્માનેવોસિરાવુંછું. (૫)
(એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરી, ‘નમોર્હત’ કહી સ્નાતસ્યાની પહેલી ગાથા કહેવી પછી જ બીજાઓએ ‘નમો અરિહંતાણં’ બોલી કાઉસ્સગ્ગ પારવો.)
પ્રતિક્રમણની શરૂઆતમાં જચાર થોયનું દેવવંદન શા માટે કરાય છે?
ઉત્તર : શ્રી ચૈત્યવંદન ભાષ્યમાં જણાવેલ બાર અધિકારોથી ૪ થોયનું દેવવંદન પ્રારંભમાં કરવાથી દેવ-ગુરૂનો બહુમાન-વિનય થાય છે અને તેથી જ સઘળી ધર્મક્રિયા (દેવ-ગુરૂના વંદનથી) સફળ થાય છે.