________________
૩૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આ સૂત્રનો મુખ્ય વિષય અરિહંત ભગવંતોની ગુણ સ્મરણપૂર્વક સ્તવના છે. તેમાં પરમાત્માની અનેક વિશેષતાઓને જણાવીને તેમને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ કરવામાં આવેલ છે. છેલ્લી ગાથામાં ભૂત-ભાવિવર્તમાન એવા અરિહંતોને વંદના કરાયેલ છે.
જ્યારે પ્રભુનો આત્મા દેવલોકમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે, શક્ર-ઈન્દ્ર, પ્રભુની સ્તુતિ કરતાં આ સૂત્ર બોલે છે.
(ચરવળો હોય તો ઉભા થઈને અથવા ઢીંચણ નીચે કરીને બોલવું.)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ (૧) વંદણ વત્તિઆએ, પૂઅણ વત્તિઆએ, સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ,બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (૨)
સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હું શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હુંકાર્યોત્સર્ગ કરુંછું. (૩)
આ સૂત્રને લઘુચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જીનાલયોમાં દર્શન – વંદનનો અવસર એકસાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે ૧૭ સંડાસા (પ્રર્માજના) સાથે ત્રણ વાર ખમાસમણ આપ્યા પછી યોગ મુદ્રામાં આ ‘શ્રી અરિહંત ચેÚયાણ સૂત્ર' બોલીને એક શ્રી નવકાર મંત્ર નો કાયોત્સર્ગ કરી સ્તુતિ = થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે.
અરિહંત ભગવંતોની સ્તુતિ કયા હેતુથી કરવામાં આવેછે?
ઉત્તર : શ્રી અરિહંત ભગવંતો આદિકર, તીર્થંકર, સ્વયં-સંબુદ્ધ હોય છે, તે તેમની સ્તુતિ કરવા યોગ્ય હોવાનો સામાન્ય હેતુ છે. જેઓ સ્વયં ઉત્તમ હોય તેઓ જ બીજાને ઉત્તમ બનાવી શકે છે, ઉત્તમ બનવાનો રાહ દર્શાવી શકે છે. તેથી જ તેઓ લોકોત્તમ છે.