________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭.
જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રા દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. (૨૨)
ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલી કાર કારણમ્, વારિપ્લવા ઇવ નમે, પાનુ પાદ નખાંશવઃ (૨૩)
યદુવંશ સમુદ્રન્દુ, કર્મ કક્ષ હુતાશનઃ, અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયા વોરિષ્ટ નાશનઃ (૨૪) નમસ્કાર કરનાર મસ્તક ઉપર પાણીના પ્રવાહની માફક પડતા અને નિર્મળ કરવાના કારણ રૂપ એવા શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખના કિરણો તમારી રક્ષા કરો. (૨૩) યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મ રૂપ વનને બાળવા માટે અગ્નિ સમાન, એવા શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. (૨૪)
કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ, પ્રભુતુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ (૨૫) શ્રીમતે વીર નાથાય, સનાથીયાદ્ ભૂત પ્રિયા, મહાનંદસરો રાજ મરાલાયા હતે નમઃ (૨૪)
પોતાને ઉચિત એવા કર્મકરનારકમઠ ઉપર અને ધરણેન્દ્ર ઉપર સરખી મનોવૃત્તિ રાખનારશ્રી પાર્શ્વનાથ ભગવાન તમારી જ્ઞાનલક્ષ્મી માટેથાઓ. (૨૫) ચોટીશ અતિશય રૂપ અદ્ભુત લક્ષ્મીથી યુક્ત, મહા આનંદ રૂપસરોવરને વિષે રાજહંસસમાન, શ્રીમાન મહાવીર સ્વામીઅરિહંતને નમસ્કાર થાઓ. (૨૬)
કૃતા પરાધેપિ જને, કૃપા મંથર તારો, ઈષદ્ બાષ્પાદ્રિયો ભેદ્ર, શ્રી વીરજિન નેત્રયો (૨૭)