________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરો.
(૧૨)
ભવ રોગાત્ત જન્તુના મગ ઇંકાર દર્શનઃ, નિઃશ્રેયસ શ્રી રમણઃ, શ્રેયાંસ: શ્રેયસેસ્તુ વઃ (૧૩) વિશ્વોપકાર કીભૂત, તીર્થકૃત્કર્મ નિર્મિતિઃ, સુરાસુર નરૈઃ પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ (૧૪)
૨૫
સંસારરૂપ રોગથી પીડા પામેલા જીવોને જેમનું દર્શન (સમ્યક્ત્વ) વૈદ્ય સમાન છે, તેમજ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. (૧૩)
વિશ્વ ઉપર ઉપકાર કરનારા એવા તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. (૧૪)
વિમલ સ્વામિનો વાચઃ, કત કક્ષોદ સોદરાઃ, જયંતિ ત્રિજગચેતો, જલ નૈર્મલ્ય હેતવઃ (૧૫) સ્વયંભૂ રમણ સ્પર્દિ, કરુણા રસ વારિણા, અનંત જિદ નન્તાં વઃ, પ્રયચ્છતુ સુખ શ્રિયમ્ (૧૬)
કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ એવા શ્રી વિમલનાથસ્વામીના વચનો જય પામે છે. (૧૫) સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર, કરુણા રસ પાણી વડે શ્રી અનંતનાથસ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો. (૧૬)
કલ્પ દ્રુમ સધર્માણ, મિષ્ટ પ્રાપ્તૌ શરીરિણામ્, ચતુર્દા ધર્મદેષ્ટાર, ધર્મનાથ મુપાસ્મહે (૧૭)