________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સામાયિક લીધાં બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે.
આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ મંગલ નિમિત્તે ‘ચૈત્યવંદન' થી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. બીજા શબ્દોમાં તેને ‘દેવવંદન’ પણ કહી શકાય )
૨૨
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કલ્પે, માટે આદેશ માંગવા નીચે મુજબનો પાઠ બોલવો.)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ‘ઇચ્છું’ (૧)
હે ભગવંત ! ચૈત્યવંદન કરું? આજ્ઞા માન્ય છે. (૧)
સકલાર્હત સ્તવન
વર્તમાન ચોવીશી પરમાત્માની ભાવવાહી સ્તવના
સકલાર્હસ્રતિષ્ઠાન, મધિષ્ઠાનું શિવશ્રિયઃ, ભૂર્ભુવઃ સ્વસ્ત્રયી શાન, માર્હત્ત્વ પ્રણિદધ્મહે (૧) નામાકૃતિ દ્રવ્યભાવૈઃ, પુનત સ્ત્રિ જગનં, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન્ન હતઃ સમુપાસ્મહે (૨)
સઘળા અરિહંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના નિવાસસ્થાન, પાતાળ, મનુષ્યલોક અને સ્વર્ગલોક ઉપર પ્રભુત્વ ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. (૧)