________________
૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ – હું પણ તને ખમાવું છું.) () આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઈ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
-‘આવસિઆએ' સૂત્રનો ઉપયોગ વાંદણામાં બે વાર થતો હોય છે. તેમાં પહેલા વાંદણામાં ‘નિસીહિ” કહીને પ્રવેશ કર્યા પછી “આવસ્સિઆએ” કહીને ગુરૂ ભગવંતના અવગ્રહની બહાર નીકળવાનું હોય છે. ફરીવાર બીજા વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કરવા સહમતિ લીધા પછી ફરી ત્રીજીવાર ગુરૂ વાંદણા કરવાના ન હોવાથી ત્યાં “આવસ્સિઆએ” બોલવાની જરૂર રહેતી નથી. વાંદણા સૂત્ર પૂર્ણ થાય ત્યારે અવગ્રહની બહાર સામાન્યતઃ નીકળતું હોય છે. -“અવગ્રહ’ - પૂજ્ય ગુરૂ ભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય તે અવગ્રહ કહેવાય. ગુરૂ ભગવંતની આજ્ઞા વગર તેઓના અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. વાંદણામાં આજ્ઞા માંગીને બે વાર પ્રવેશ કરાય છે. - અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી યથાજાત મુદ્રામાં બેસવું, મુહપત્તિ રજોહરણ ઉપર ગુરૂચરણની સ્થાપના કરવી.
આપણો આત્મા કર્મોથી ખરડાયેલો છે. અને સકળ કર્મક્ષય કર્યા વિના કોઈનો મોક્ષ થયો નથી અને થવાનો નથી. જીવે કમરહિત થવા માટે બે પાંખિયો વ્યુહ અપનાવવો ઘટે. એક તો નવા કર્મોને આવતાં રોકવાનો અને બીજો સદંતર રોકી ન શકાય તો ઓછામાં ઓછા કર્મોનો આસવ થાય તેવી વ્યવસ્થા કરવાનો અને બીજી બાજુ જીવે ભવોભવ સંચિત કરેલા કર્મોને આત્મા ઉપરથી છૂટા પાડી ખંખેરી નાખવાનો જેને નિર્જરા કહેવાય છે. પ્રતિક્રમણ જેવી ધાર્મિક ક્રિયાઓ આ વાતને સિદ્ધ કરવા માટે જ આરાધવાની છે. જો આપણે સૂત્રોને સમજીને ભાવપૂર્વક ધર્મક્રિયાઓ કરીએ તો થોકબંધ કર્મોની નિર્જરા થાય. વળી ભાવપૂર્વક બોલાયેલા સૂત્રોથી નવા આવતા કર્મો રોકાય તેથી સંવર સધાય છે અને જે કર્મોનો આસવ થાય છે, તે પણ શુભ કર્મોનો આસવ હોય છે.