________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯
(પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલા રાતના પચ્ચકખાણ કરવાનાં હોય છે. એથી કરીને અહિં “પચ્ચક્ખાણ આવશ્યક’ કરી લેવામાં આવે છે.)
ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશો જી. (1)
હે ભગવન્!કૃપા કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. (૧)
સાંજનાં પચ્ચકખાણ
પાણહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વસમાહિ વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહારાકાર (=મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ-આયંબિલ –એકાસણ-નીવિ કે બીજા બિયાસણા વાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચખાણ કરવું.)
ચઉવિહાર પચ્ચક્કાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ), ચઉવિલંપિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમં,