________________
૧)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એમ કહી બંને હાથ જોડી નીચે મુજબ એક નવકાર ગણવો.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક મહાસૂત્ર ઉચ્ચારવાની પરવાનગી ઇચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક
દંડક ઉચ્ચરાવોજી. (૧) ભગવંત, સામાયિક મહાસૂત્ર ઉચ્ચારવાની આજ્ઞા આપો.
(જો ચરવળો હોય તો ઉભા થઈને અને ન હોય તો બેઠા બેઠા કરેમિ ભંતે’ ઉચ્ચારવું.) (ગુરૂ કે વડીલ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો તે જાતે કરેમિ ભંતે' કહેવું. આ સૂત્ર ભગવાન સાક્ષીએ બોલવાનું હોવાથી તે ઉભા ઉભા બોલવું જોઈએ.)
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. (૧)