________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઈરિયાવહી, તસઉત્તરી, અનત્ય અને લોગસ્સ એ ચારે સૂત્રો મળીને ‘ઈરિયાવહી પડિક્કમણા'નો વિધિ કહેવાય છે. કોઈપણ વિધિની શરૂઆતમાં તથા વચ્ચે અને તેના અંતમાં પણ આ વિધિ આવે છે. સામાયિક કે પ્રતિક્રમણ કરતાં, પારતાં, ચૈત્યવંદનની શરૂઆતમાં, દુઃસ્વપ્નનાં નિવારણ માટે, આશાતના નિવારવા, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધિ માટે આવે છે. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ ત૨તના, તાજા લાગેલા કર્મોને દૂર કરી ખંખેરી નાખવાનો છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
૯
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
સામાયિકની પરવાનગી માંગે છે
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ઇચ્છે. (૧) ભગવંત, સામાયિક લેવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે.
અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લોકોત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ એ માટે સુગુરૂની આજ્ઞા લેવાનીછે
(b)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ? ઇચ્છું. (૧) ભગવંત, આજ્ઞા પ્રમાણે સામાયિકમાં સ્થિર થાઉં છું. (૧)