________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન અન્નત્ય ઊસિએણે, નીસસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહુમેહિ દિઢિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫) ૧-ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવાવડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ઘૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪). ત્યાંસુધી મારી કાયાને સ્થાનવડ, મનવડે, ધ્યાનવડ, આત્માને વોસિરાવું છું. (૫)
બીજા ચાર આગાર: ૧- અગ્નિના ઉપદ્રવથી સ્થળાંતર તથા વીજળીના પ્રકાશથી વસ્ત્ર ઓઢવું પડે. ૨- ઉંદર બિલાડી વિ.આડા ઉતરે અથવા પંચેન્દ્રિયનું છેદન ભેદન થતું હોય તો બીજે સ્થાને જવું પડે. ૩- અકસ્માતુ ચોરની ધાડ આવી પડે અથવા રાજાદિક ના ભયથી બીજે જવું પડે. ૪-સિંહ વગેરેના ઉપદ્રવથી અથવા સર્પાદિક દંશ કરે તેમ હોય તો અથવા ભીંત પડે તેવી હોય તો સ્થળાંતર કરવું પડે. કાયોત્સર્ગ ક્યારે ક્યારે ભંગ ન થાય, તે દર્શાવવા ૧૬ આગાર - છૂટ એ આ સૂત્રનો મુખ્ય વિષય છે. આ સૂત્રમાં કાયોત્સર્ગના છૂટ, કાયોત્સર્ગની કાળ મર્યાદા, કાયોત્સર્ગ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ, કાયોત્સર્ગનો સંકલ્પ કે પ્રતિજ્ઞા દર્શાવાયેલ છે. અન્નત્થ...હુઝઝ મે કાઉસ્સગ્ગો માં કાયોત્સર્ગના છૂટછે. જાવ અરિહંતાણ... પારમિતાવ કાયોત્સર્ગનો સમય છે. કાય....ઝાણેણં કાઉસ્સગનું સ્વરૂપ છે. અપ્પાણે વોસિરામિ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા છે.