________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
લાતે માર્યા હોય, ધૂળે કરીને ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહે માંહે એકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુઃખી કર્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા હોય, જીવિતવ્યથી (પાલકથી) જુદા કર્યા હોય તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. એટલે એ પાપની માફી માંગુ છું. (૭)
આ એક લઘુપ્રતિક્રમણ સૂત્ર છે. જતા-આવતા એકેન્દ્રિાયાદિ પાંચ પ્રકારના જીવોને કોઈપણ પ્રકારે દુઃખ પહોચાડયું હોય તે સર્વે ભૂલ કે પાપની આ સૂત્ર વડે માફી મંગાય છે.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં,
વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, હામિ કાઉસ્સગ્ગ. (૧) (જે વિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
ઈરિયાવહિ સૂત્રથી પાપનો નાશ થાય છે. પણ તે પાપની વિશેષ શુદ્ધિ કરવા માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે. આ સૂત્ર દ્વારા કાયોત્સર્ગની સ્થાપના કરવી, તે હેતુ પણ રહેલો છે.
કાયોત્સર્ગ કેવી રીતે કરવું? કાયા ઉપરની મમતા, મૂછ ઉતારવા માટે, અને અત્યંતર તપની સાધના તથા ધ્યાન વગેરે કરવા માટે કાઉસ્સગ્ન કરવામાં આવે છે. કાઉસ્સગ્ગ કરતી વેળા સ્થાપનાચાર્યજીને નજરમાં રાખી કાઉસ્સગ્ન કરવો. ચરવળો હોય તે ઉભા ઉભા કાઉસ્સગ્ન કરે તો ઘણું શ્રેષ્ઠ ફળ મળે છે. કાઉસ્સગ્નમાં દાખલ થયા પછી સ્થિર ચિત્તે, સ્થિર કાયા રાખી કાઉસ્સગ્ન કરવાનો હોવાથી હાલવા ચાલવાનું કે ઉંચા નીચા થવાનું હોતું નથી. સૂત્ર બોલતા હોઠ ફફડાવવાના નથી. હાથ ઉંચા નીચા કરવાના નથી, ભીંત કે થાંભલાનો ટેકો લેવાનો નથી અને દ્રષ્ટિ આડી અવળી કરવાની નથી. પર્વતની માફક સ્થિર અને અચળ બની કાઉસ્સગ્ન કરવાનો છે. કાઉસ્સગ્ગ પાર્યા પછી હળવેથી “નમો અરિહંતાણં' બોલી પછી જ શરીર હલાવવાનું રહે છે. મચ્છર આદિનો ઉપદ્રવ થાય તો પણ સહન કરવાનો છે કારણકે આ મહાન ક્રિયા કાયાની મમતા, મૂછઉતારવા માટે જ કરવાની છે.