SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ xxviii પછી બે હાથ જોડી લલાટ ઉપર રાખતાં બોલે છે કે ખમણિજ્જો ભે ! કિલામો’ અહીં સુધીનાં પદોનો સમાવેશ અનુજ્ઞાપન-સ્થાનમાં થાય છે. ૩. અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન ‘અકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વઇક્કતો ?' અલ્પગ્લાનિવાળા એવા આપનો દિવસ સુખપૂર્વક થયો છે? અંતઃકરણથી પ્રસન્નતાપૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી, તેથી ગ્લાનિ પણ ઓછી જ લાગે છે. અહીં ગુરૂને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ, તેઓ દિનચર્યાને પ્રસન્નતાપૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. ‘બહુશુભ’ શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ પીડા-રહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરૂને વિનય-પૂર્વક એમ પૂછવામાં આવે છે કે આપને ગ્લાનિ તો નથી થઈ? આપ શાતામાં છો? કોઈ જાતની પીડા તો નથી ને ? ગુરૂ કહે છે કે- તેમજ છે; અર્થાત્ હું અલ્પ ગ્લાનિવાળો અને શરીરથી નિરાબાધછું. ૪. યાત્રા-પૃચ્છા-સ્થાન જત્તા ભે ? – આપને સંયમયાત્રા (સુખ-પૂર્વક) વર્તેછે? = સંયમનો નિર્વાહ એ ‘ભાવયાત્રા’ છે, અને ‘ભાવયાત્રા’ છે તે જ સાચી ‘યાત્રા’ છે. તેથી ‘યાત્રા’ શબ્દથી અહીં સંયમનો નિર્વાહ સમજવાનો છે. આ બે પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતેઃ જ- અનુદાત્ત સ્વરથી (નીચા સ્વરે) બોલાય છે. અને તે જ વખતે ગુરૂની ચરણસ્થાપનાને બે હાથે સ્પર્શ કરવામાં આવે છે. ત્તા - સ્વરિત સ્વરે (મધ્યમ સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે ચરણ-સ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ (રજોહરણ અને લલાટ વચ્ચે હૃદયસ્થાને રાખવામાં) ચત્તા કરવામાં આવેછે. ભે – ઉદાત્ત સ્વરથી (ઉંચા સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે દષ્ટિ ગુરૂ-સમક્ષ રાખી બંને હાથ લલાટેલગાડવામાં આવે છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy