SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ xxvii ૨.અનુજ્ઞાપન-સ્થાન અણુજાણહ મે મિઉગ્ગહં - મને આપની સમીપ આવવાની અનુજ્ઞા આપો. મિત અવગ્રહમાં દાખલ થવું એટલે ગુરૂની મર્યાદિત ભૂમિમાં જવું. ગુરૂ અહીં પ્રત્યુત્તર આપે છે કે - ‘અણુજાણામિ’ - અનુજ્ઞા આપું છું. નિસીહિ – સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કરું છું. વંદનક્રિયા ભાવ-પૂર્વક કરવી હોય તો મનને સંપૂર્ણ રીતે તેમાં જ જોડવું જોઈએ. પરંતુ તે સ્થિતિ ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જ્યારે મનને અન્ય સઘળી પ્રવૃત્તિઓમાંથી પાછું ખેંચી લેવામાં આવે. અહીં ‘નિસીહિ’ શબ્દ આવી સ્થિતિને સૂચવવા અર્થે વપરાય છે. અહોકાયં કાય-સંફાસ ખમણિજ્જો મે ! કિલામો - હે ભગવંત ! આપના ચરણને મારી કાયાનો સ્પર્શ થતાં કિલામણ-ખલેલ-તકલીફ થાય, તે સહન કરી લેશો. ‘નિસીહિ’ બોલ્યા પછી ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એ રીતે નવ સંડાસા (સંદેશ-ઊરુ-સંધિ, જાંધ અને ઊરુની વચ્ચેનો ભાગ)નું પ્રમાર્જન કરી શિષ્ય ગોદોહિકા-આસને એટલે ઊભડક પગે ગુરૂની સામે બેસે છે, અને રજોહરણ ગુરૂ-ચરણ આગળ મૂકી તેમાં ગુરૂ-ચરણની સ્થાપના કરે છે. પછી તે પર મુહપત્તી મૂકી એક એક અક્ષર સ્પષ્ટ સ્વરે જુદો જુદો બોલે છે. તે આ રીતે – અ – રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. હો – લલાટને સ્પર્શ કરતા બોલે છે. કા – રજોહરણને સ્પર્શ કરતા બોલે છે. યં – લલાટને સ્પર્શ કરતા બોલે છે. કા – રજોહરણને સ્પર્શ કરતા બોલે છે. ય -લલાટને સ્પર્શ કરતા બોલે છે. ચિત્ર નં-૩,૪,૫ પછી ગુરૂચરણની સ્થાપના પર બે સવળા હાથ રાખી નમસ્કાર કરતા બોલેછે કે – ‘સંફાસ’. અહીં પ્રથમ નમસ્કાર થાય છે. ચિત્ર નં-૬
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy