SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ xxix સ્વરના ત્રણ ભેદો છે: “અનુદાત્ત,સ્વરિત અને ઉદાત્ત.” તેમાં નીચેથી બોલાય તે “અનુદાત્ત', મધ્યમ રીતે બોલાય તે “સ્વરિત અને ઊંચેથી બોલાયતે “ઉદાત્ત' ગુરૂ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં સામેથી પૂછે છે કે તને પણ “સંયમયાત્રા” (સુખ-પૂર્વક) વર્તે છે? આ બે પદનો સમાવેશ યાત્રા પૃચ્છા-સ્થાનમાં થાય છે. પ.યાપના-પૃચ્છા-સ્થાન જવણિજ્જ ચ ભે? – અને હે ભગવંત ! તમારાં ઈદ્રિયો અને કષાયો વશમાં વર્તે છે? ઈદ્રિયો અને કષાયો ઉપઘાત-રહિત હોય, અર્થાત્ વચમાં વર્તતા હોય તે “યાપનીય' કહેવાય છે. બાહ્ય તપના “સંલીનતા” નામના છઠ્ઠા પ્રકારમાં ઈદ્રિય-જય અને કષાય-જયનું ખાસ વિધાન કરેલું છે, એટલે આ પૃચ્છા એક રીતે તપ સંબંધી જ ગણાય. આ શબ્દો પણ ઉપરનાં બે પદોની જેમ વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે જ – અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. વ - સ્વરિત સ્વરે. મધ્યમાં આવતાં હાથ ચત્તા કરતાં. ણિ - ઉદાત્તસ્વરે. લલાટે સ્પર્શ કરતાં. જ્જ- અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. ચ-સ્વરિત સ્વરે. મધ્યમાં આવતાં હાથ ચત્તા કરતાં. ભે-ઉદાત્ત સ્વરે. લલાટે સ્પર્શ કરતાં. ચિત્ર નં-૩,૪,૫ ગુરૂ કહે છે કે- “હા, એમ જ છે.' પાંચમું માપના-પૃચ્છા-સ્થાન' અહીં પૂરું થાય છે. ૬.અપરાધક્ષમાપન-સ્થાન ખામેમિ ખમાસમણો! દેવસિએ વઇક્કમ - હે ક્ષમાશ્રમણ ! દિવસદરમિયાન થયેલા અપરાધોને હું નમાવું છું. શિષ્યનું ક્ષમાપન સાંભળીને ગુરૂ કહે છે કે – “હું પણ તને (દિવસસંબંધી પ્રમાદાદિ અપરાધો) ખમાવું છું.”
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy