________________ તીર્થંકર પરમાત્માએ બતાવેલ “સંવત્સરી પ્રતિક્રમણ”ની સાધના કેવી રીતે, કેવા ભાવોથી કરવી જોઈએ, તેની સંપૂર્ણ વિધિ અને સમજણથી પરિપૂર્ણ થયેલા એવા આ પુસ્તક માટે કરાયેલો પ્રયત્ન ખુબ ખુબ અનુમોદનીય છે. આ સુત્રોની અદ્દભૂત રચના અને તેનો ભાવવૈભવ દરેક જીવોને અમૃતક્રિયારૂપ બને અને આત્મહિત સાધી સર્વ જીવો મોક્ષ માર્ગના સાધક બને. પૂ.હિતાર્યાશ્રીજી મ.સા. 'પ્રતિક્રમણ એ ચિત્ત અને આત્માની શુદ્ધિ માટે છે. જેમ દેહને માટે પૌષ્ટિક ભોજનની આવશ્યકતા છે, એટલી જ આત્મિક ગુણોને પુષ્ટ કરવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. એ પ્રતિક્રમણ દ્વારા રાગદ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાવૃત્તિમાં ક્ષીણતા અને એ રીતે ચિત્તની નિર્મળતા સાંપડે છે. આનું કારણ એ છે કે એના સૂત્રોમાં દેવ-ગુરૂની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસના, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલદાયી વ્યવસ્થા છે. એ રીતે ચિત્તની વિશુદ્ધિ માટે, જૂનાં કર્મોને ખપાવવા માટે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ જરૂરી છે. આ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ સંવત્સરી પ્રતિક્રમણ એટલે વડીલોના આગ્રહથી અઢી કલાક એક સ્થાને બેસીને માત્ર સૂત્રો સાંભળવા એટલું જ નહિ પણ પ્રત્યેક સૂત્ર અને ક્રિયા - વિધિનો અર્થ અને એ ક્રિયાનું વિવરણ સમજાય તો આ પ્રતિક્રમણ, કર્મ નિર્જરા, પશ્ચાતાપ અને ક્ષમાનો ત્રિવેણી સંગમ છે એની પ્રતીતિ જિજ્ઞાસુને થયા વગર રહેતી નથી. આ સત્યનું દર્શન આ પુસ્તક કરાવે છે. ડો.ધનવંત શાહ પ્રબુદ્ધ જીવન” - તંત્રી દીપક ફાર્મ, ગોત્રી રોડ, વડોદરા - 390021. ફોન નં : +91-265-2371410